સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ વિશ્વ યોગની દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેવા સમયે દરેકના મનમાં એક સવાલ ઉદભવે છે કે કેમ 21 જૂનના રોજ જ Internation Day of Yoga ની ઉજવણી કરવામાં આવે છે. જો કે તેની પાછળ પણ એક આધ્યાત્મિક Spiritual Reason કારણ હોવાનું સામે આવ્યું છે. યોગ મન અથવા ચિત્તની વૃત્તિઓ કે ઇચ્છાઓને નિયંત્રણમાં રાખે છે. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે, જેને ગ્રીષ્મ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ Summer solstice બાદ સૂર્ય Sun દક્ષિણાયન થાય છે અને સૂર્ય દક્ષિણાયનના સમયે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવી લાભકારી છે.
તેથી 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે પસંદ કરવાનું પણ આ ખાસ કારણ છે.યોગ એ એક પ્રાચીન Ancient શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે.
1 યોગના અદભુત અને કુદરતી ફાયદાઓ વૈશ્વિક સ્તરે પહોંચાડવા
2 લોકોને પ્રકૃતિ Nature સાથે જોડવા માટે
3 દુનિયામાં નવા નવા રોગોને ઘટાડવા
4 લોકોને તણાવ મુક્ત બનાવવા
5 યોગ દ્વારા બિમારીઓ Diseasesમાંથી છૂટકારો મેળવવા
યોગથી થાય છે આ અદભૂત ફાયદા
યોગથી સંપૂર્ણ શરીર Body ને ફાયદો મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.યોગાસન હૃદય Heart અને ફેફસાંને Lungs શક્તિ આપે છે. માંસપેશીઓની તાકાત વધારે છે.લોહીને શુદ્ધ blood purification કરે છે. યોગાસન કરોડરજ્જુના હાડકાને લચીલું બનાવે છે. વજન ઓછું કરવામાં સહાયક બને છે.હાડકાનું સ્વાસ્થ્ય વધારે છે. શરીરને લચીલું બનાવી રાખે છે. શ્વસનક્રિયામાં સુધારો કરે છે. યોગ કરવાથી ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઓછું થઇ જાય છે યોગ કરવાથી મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.યોગથી મન ખુશ રહે છે અને બુદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે.યોગ એ અશાંત મનને શાંત Calm the mind કરવાનો સૌથી સરસ ઉપાય છે.
યોગ શરીરની રોગ પ્રતિકારક Immunity વધારે છે.
આ ઉપરાંત યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે અને તણાવથી બચો છો. તમારી યાદગીરી મજબૂત થાય છે અને બીપીની સમસ્યા રહેતી નથી. તેમજ તમારું વજન પણ વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી બાબત તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.