ત્વચા આપણી તંદુરસ્તીનો અરીસો હોય છે. ત્વચાની નિયમિત દેખભાળ તેને ચમકીલી બનાવી રાખે છે, પરંતુ ગરમીની મોસમ શરૂ થતાં જ ત્વચાની સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ શરૂ થઈ જાય છે.સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી ત્વચાને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. ગરમીમાં ત્વચાનું લાલ થઈ જવું, સોજો આવી જવો, ત્વચા શ્યામ પડી જવી, ખંજવાળ આવવી, ફોડલીઓ થવી જેવી ફરિયાદો સામાન્ય હોય છે. ત્વચાની કોમળતા અને સુંદરતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ત્વચા લચી પડે છે અને કરચલીઓ દેખાઈ આવે છે. ઘણી વખત એવું લાગે છે કે સનબર્ન એક સામાન્ય સમસ્યા છે અને થોડાક સમય પછી તે આપોાપ ઠીક થઈ જશે, પરંતુ સમયસર જો તેનો ઈલાજ કરવામાં આવે નહીં તો આ સમસ્યા વધી જાય છે.એક નિષ્ણાત બ્યૂટિશિયન જણાવે છે કે આજકાલ જાહેરખબરોમાં અનેક પ્રકારના સનસ્ક્રીનો દેખાડવામાં આવે છે. જાહેરખબરોની દેખાદેખીમાં સનસ્ક્રીન ખરીદવું નહીં, પરંતુ કેમિકલ વિનાનું સનસ્ક્રીન ખરીદવું, જેમાં ટિટેનિયમ ડાયોક્સાઈડ અને ઝિંકઓક્સાઈડ હાજર હોય.
બાળકોની કંટાળાની સમસ્યા સામાન્ય બની ગઈ છે !!!

કેમિકલવાળાં સનસ્ક્રીન કિરણોને સહેલાઈથી ગ્રહણ કરી લેતાં હોય છે, જ્યારે કેમિકલ વિનાનાં સનસ્ક્રીન પારાજાંબલી કિરણોને ગ્રહણ નથી કરતાં. આ ઉપરાંત વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવો જે લાંબા સમય સુધી ટકે. સનસ્ક્રીન સારી બ્રાન્ડનું જ ખરીદવું અને તેમાં મોજૂદ એસપીએફની માત્રા તથા સનસ્ક્રીન તત્ત્વોને જરૂરથી ચકાસી લો.


તડકાથી કેવી રીતે બચવું
– તડકામાં બહાર જતાં પહેલાં સારી કંપનીના સનગ્લાન પહેરો, નહીંતર આંખોમાં બળતરા થાય છે.
– માર્કેટમાં અનેક પ્રકારના સનસ્ક્રીનવાળા લિપબામ મળે છે, જેને તડકામાં જતાં પહેલા હોઠ પર લગાવવાથી હોઠ કાળા પડતાં નથી.
– સનસ્ક્રીન લોશન ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોની ખરાબ અસરથી બચાવે છે. તેથી બહાર જતાં પહેલા સનસ્ક્રીન લોશન લગાવીને જાઓ.
– તડકામાં જતાં પહેલાં લગભગ એક કલાક પહેલાં સનસ્ક્રીન લોશન લગાવો.
– સનસ્ક્રીન પૂરતી માત્રામાં લગાવો, ત્યારે જ અસર જોવા મળશે.
– સનસ્ક્રીન માત્ર ચહેરા પર જ નહીં બલ્કે ગરદન, પીઠ અને બંને કાન પર પણ લગાવો.
– સનબર્ન થાય ત્યારે ચહેરા પર સાબુનો ઉપયોગ ન કરવો.
– સનર્બન થયો હોય તો યુડીકોલોન મિશ્રિત પાણી અથવા ગુલાબજળમાં ટિશ્યૂ પલાળીને તેનાથી ચહેરો સાફ કરો.
– શક્ય હોય તો એક ગ્લાસ લસ્સી અથવા લીંબુનું પાણી પીને ઘરની બહાર નીકળવું.
સનબર્નનો ઈલાજ
– સનબર્નવાળી જગ્યા પર કાકડીનો ટુકડો મૂકીને ધીમેધીમે મસળો. તેનાથી ઠંડક મળશે.
– સનબર્નના ચેપને અટકાવવા માટે એન્ટિ બેક્ટેરિયલ સાબુ અથવા એન્ટિસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરો અથવા કોઈ ડોક્ટરની સલાહ લો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક