આપણે આપણી ઈમ્યુન સિસ્ટમ સમજવી જોઈએ અને જાણવું જોઈએ કે રસીનો ડોઝ લીધા પછી શરીરમાં એકાએક હલચલ કેમ મચી જાય છે. ઈન્ફ્લામેટ્રી રિએક્શન અથવા સાઈડ ઈફેક્ટ્સ સામાન્યપણે રિએક્ટોજેનિક ઈફેક્ટ્સ હોય છે, તે સમયે શરુ થાય છે જ્યારે ઈમ્યુન સિસ્ટમ એક્ટિવ થાય છે. આ પ્રોસેસમાં ધીરે ધીરે શરીરમાં એન્ટીબોડીઝના નિર્માણનું કાર્ય શરુ થઈ જાય છે.આ જ કારણે ડોઝ લીધા પછી તાવ, માંસપેશીઓમાં દુખાવો, અશક્તિ, ઠંડી લાગવી વગેરે જેવી સાઈડ ઈફેક્ટ્સ દેખાવા લાગે છે. આનો અર્થ છે કે હવે વેક્સીનના ડોઝની અસર શરુ થઈ ગઈ છે. આની અસર દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે કારણકે તેનો આધાર ઈમ્યુન સિસ્ટમ પર હોય છે. આ જ કારણે અમુક લોકોમાં માઈલ્ડ સિમ્ટમ્સ જોવા મળે છે તો અમુક લોકો ઘણાં બીમાર થઈ જાય છે.
વેક્સિનની સાઈડ ઈફેક્ટ્સ ઘણી સામાન્ય હોય છે, પરંતુ ઘણાં લોકો એવા છે જેમને રસી મુકાવ્યા પછી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક લોકોને અન્ય લોકોની સરખામણીમાં તાવ વધારે આવે છે. રસીનો ડોઝ લીધા પછી તાવ આવવો, ઈન્જેક્શનના સ્થાને દુખાવો થવો, થાક લાગવો, માથામાં દુખાવો થવો વગેરે જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.અમુક લોકોને એક-બે દિવસમાં આ સમસ્યાઓનું નિરાકરણ આવી જાય છે, પરંતુ અમુક લોકોને રિકવર થવામાં થોડો સમય લાગે છે. ડોઝને કારણે થતી અસરોને દૂર કરવા માટે લોકો આઈસ પેકનો ઉપયોગ કરે છે તેમજ દર્દ નિવારક દવાઓ પણ લેતા હોય છે. પરંતુ આ તમામ લોકોમાં એક વર્ગ એવો પણ છે જે માની રહ્યો છે કે રસી મુકાવતા પહેલા જો પાણી પીવામાં આવે તો સાઈડ ઈફેક્ટ્સ ઓછી થાય છે.