વાળના સ્વાસ્થ્ય માટે તેમને નિયમિતપણે તેલથી માલિશ કરવાની જરૂર છે.
પરંતુ, જ્યારે તમે તમારા વાળ માટે યોગ્ય તેલ પસંદ કરો છો, ત્યારે જ વાળની યોગ્ય વૃદ્ધિ શક્ય છે.
બજારમાં ઘણા પ્રકારના તેલ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં અમે જાહેરાત જોયા પછી કોઈપણ તેલનો ઉપયોગ શરૂ કરીએ છીએ અને જો કોઈ ફાયદો ન થાય તો અમે તેને તરત જ બદલીએ છીએ.
આ પ્રકારનો પ્રયોગ વાળના વિકાસ માટે ફાયદાકારક નહી ઊલટાનું તે વધુ હાનિકારક હોઈ શકે છે.
જો તમારા વાળ ખૂબ સુકાઈ રહ્યા છે, તો વાળ માટે ઇંડા અને ઓલિવ તેલની પેસ્ટ બનાવો. શુષ્ક વાળ માટે તમારે ફક્ત ઇંડા જરદીનો ઉપયોગ કરવો જોઈએ.
આ વૈકલ્પિક છે, જો તમે ઇચ્છો તો તમે સફેદ ભાગનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં ચરબી અને પ્રોટીન હોય છે. જે વાળને મોઇશ્ચરાઇઝ કરે છે.
આ પેસ્ટ બનાવવા માટે તમારે ઇંડામાં 2 ચમચી ઓલિવ તેલ મિક્સ કરવાની જરૂર છે. એકવાર પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને 30 મિનિટ સુધી માથા પર રાખો. પછી શેમ્પૂ કરી વાળ ધોઈ લો.
આ ઊપરાંત વાળની ચમકતા જાળવવા માટે, તમારે બે ચમચી નાળિયેર તેલ અડધા ચમચી ઓલિવ તેલમાં ઉમેરવું જોઈએ.
આ તેલને તમારા માથા પર લગભગ 10 થી 15 મિનિટ સુધી માલિશ કરો. અડધા કલાક પછી, તમારા વાળને નવશેકા પાણીથી ધોઈ લો.
આનાથી તમારા વાળમાં ભેજ રહેશે. તે તમારા વાળને મજબૂત બનાવવામાં પણ મદદ કરશે. તમે અઠવાડિયામાં 1 થી 2 વાર આ કરી શકો છો.
ઘણા લોકોને ડેન્ડ્રફ હોય છે. તેને દૂર કરવા માટે તમે ઓલિવ ઓઇલ માસ્કનો ઉપયોગ પણ કરી શકો છો.
આ માટે, તમારે સમાન પ્રમાણમાં ઓલિવ તેલ અને બેકિંગ સોડા સાથે પેસ્ટ બનાવવાની જરૂર છે. આ પેસ્ટને તમારી આંગળીઓથી વાળના મૂળમાં નરમાશથી લગાવો અને હળવા મસાજ કરો.
5 મિનિટ પછી, શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરી વાળ ધોઈ લો.