ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ વસ્તી નિયંત્રણ લાગુ કરવા તૈયારીઓ આદરી છે. ગુજરાત સરકાર પણ આ જ મુદ્દે વિચારી રહી છે તેવુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કહી ચૂક્યાં છે.
આગામી વિધાનસભાની ચૂંટણીઓને પગલે ગુજરાતમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ કરવા ભાજપ સરકાર તલપાપડ બની છે પણ ગુજરાત સરકારના જ નવેક મંત્રી અને 30થી વધુ ભાજપના જ ધારાસભ્ય ત્રણથી માંડીને સાત સંતાનો ધરાવે છે. જો કાયદો અમલમાં આવે તો કેટલાંય મંત્રી-ધારાસભ્યોની રાજકીય કારકિર્દીમાં અવરોધ સર્જાઇ શકે છે.ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે વસ્તી નિયંત્રણ કાયદો લાવવા એલાન કર્યુ છે.એટલું જ નહીં, બેથી સંતાનો હશે તો તે વ્યક્તિને સરકારી યોજના સહિત વિવિધ યોજનાનો લાભ મળશે નહીં.
આ ઉપરાંત ચૂંટણી પણ લડી શકશે નહીં. ઉત્તર પ્રદેશમાં આવી જોગવાઇઓ વસતી નિયંત્રણ કાયદામાં લાવવા તૈયારીઓ થઇ રહી છે. આ બાજુ,ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ વાતનો એકરાર કરી ચૂક્યાં છે કે, વસતી નિયંત્રણ કાયદાને લઇને અન્ય રાજ્યો શું કામગીરી કરી રહ્યાં છે તેનો ગુજરાત સરકાર અભ્યાસ કરશે ત્યાર બાદ ગુજરાતમાં ય જરૂર પડે વસતી નિયંત્રણ કાયદો લાવવામાં આવશે.
ગુજરાતમાં અત્યારે સ્થાનિક પંચાયતોમાં બેથી વધુ સંતાનો હોય તો ચૂંટણી લડી શકે તેવી જોગવાઇ છે જ. જો ગુજરાતમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ પડે અને પંચાયત જેવો કાયદો વિધાનસભાની ચૂંટણીમાં ય અમલી બને તો ગુજરાતમાં ભાજપના 46 ધારાસભ્યો કે જેઓ બેથી વધુ સંતાનો ધરાવે છે તેમને ઘેર બેસવાનો વારો આવી શકે તેમ છે.
આજે ગુજરાતના નવ મંત્રી ઉપરાંત 30થી વધુ ધારાસભ્યો ત્રણથી માંડીને સાત સંતાનો ધરાવે છે.ચૂંટણી લડી શકે નહી તે જોગવાઇ ભાજપના નેતાઓને પોષાય તેંમ નથી. આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ માટે બોલવુ સહેલુ ચે પણ અમલ કરવો મુશ્કેલ છે.વાસણ આહિર, દિલિપ ઠાકોર, કોશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, ઇશ્વરસિંહ પટેલ, કિશોર કાનાણી, શંભુજી ઠાકોર, પુરષોતમ સાબરિયા, ભીખા બારૈયા, ગોવિંદ પરમાર, ગોવિંદ પટેલ, જેઠા ભરવાડ, સુમનબેન ચૈાહાણ, અજમલજી ઠાકોર, કિર્તીસિંહ વાઘેલા.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268