વરસાદ ની ઋતુ માં બીમારી થી દૂર રહેવું હમ્મેશા મુશ્કિલ ભર્યું જ રહે છે .વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, અને ચિકનગુનિયા જેવા વેક્ટરથી થતા રોગોનું જોખમ વધે છે. આ ઉપરાંત ફંગલ, ખોરાક અને પાણીજન્ય રોગો અને અન્ય ત્વચાના ચેપનો ભય પણ છે. તેથી, COVID- ની ગાઈડલાઈન ને ફરજિયાત અનુસરો અને વહેલી તકે રસી લઈ લેવાય આ બધાનું પાલન કરવું જોઈએ. તે સિવાય ચોમાસા દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવું તેટલું જ આવશ્યક છે.હંમેશાં સ્વચ્છ, ઉકાળેલા અથવા ફિલ્ટર કરેલા પાણીનો વપરાશ કરો, અને રાંધતા પહેલા શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈ લો. બહારથી ખાવાનું પીવાનું ટાળો. તેમજ હંમેશા લીલા શાકભાજી ખાવાનો પ્રયત્ન કરો.
WHO એ વધારી સૌની ચિંતા, કહ્યુ કોરોના રસીની અસર ડેલ્ટા વેરિએન્ટ પર ઓછી
આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવી અને પાણી એક જગ્યાએ એકત્ર થતું ટાળવું જોઈએ. જેના લીધે મેલેરિયા અને ડેન્ગ્યુનું જોખમ પણ ઓછું થાય છે. પ્રથમ વરસાદથી વાતાવરણમાં આવેલા હવામાન પરિવર્તનના કારણે ફ્લૂનું જોખમ વધે છે. પરંતુ COVID સમયમાં ફ્લૂના આવા કિસ્સાઓને હળવાશથી લેવા જોઈએ નહીં. તાવના કેસોમાં તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરો.જ્યારે COVID-19 થી બચવા માટે ઘરમાં વેન્ટિલેશનમાં આપણે રહીએ છીએ ત્યારે મચ્છરને ઘરોમાં પ્રવેશવાની સંભાવના વધુ રહેલી છે. તેથી, બારી અને દરવાજા ઉપર લગાવવામાં આવતી જાળી, જંતુનાશક દવા અથવા કોઈલનો ઉપયોગ કરવો જરૂરી છે.
લોકોએ એવા કપડાં પહેરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે સંપૂર્ણ-સ્લીવ્ડ હોય અને શરીરના મહત્તમ ભાગોને ઢાંકી લે. બહાર નીકળતાં પહેલાં શરીરના ખુલ્લા ભાગો પર મચ્છર નિવારક લગાવો. જો તમે વરસાદમાં ભીંજાઈ જાઓ છો, અને તમારું માસ્ક ભીનું થઈ જાય છે, તો તરત જ તેને બદલો.ઉપરાંત, બહારથી અશુદ્ધ પાણી પીવાનું ટાળવા માટે તમારી સાથે પાણીની બોટલ લઇ જાઓ. સ્વચ્છતાની સારી રીત એ છે કે વારંવાર પગને સાફ કરવા, તેમને સંપૂર્ણપણે સૂકવવા અને ચોમાસા દરમિયાન વધતા ફંગલ ઇન્ફેક્શનના જોખમોથી બચવું.સામાન્ય COVID-19 અને સીઝનલ તાવના લક્ષણોમાં તાવ આવે છે અથવા શરદી થાય છે, ઉધરસ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ આવે છે, થાક , ગળું, વહેતું અથવા સ્ટફિંગ નાક, સ્નાયુમાં દુખાવો અથવા શરીરનો દુખાવો અને માથાનો દુખાવો. તેથી, આવા લક્ષણો દર્શાવતી કોઈપણ વ્યક્તિએ COVID-19 માટે તરત જ રેપિડ એન્ટિજેન ટેસ્ટ અથવા RTPCR પરીક્ષણ કરવું જોઈએ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268