સતત કામ કરવાને કારણે આપણું શરીર ખૂબ જ થાકી જતુ હોય છે. શરીરમાં થાક લાગવાને કારણે આપણે પૂરતી ઊંઘ પણ લઇ શકતા નથી. રાત્રે સારી ઊંઘ આવે એ માટે આપણે ફ્રેશ રહેવું ખૂબ જ જરૂરી છે. અનેક લોકોને આજની આ ફાસ્ટલાઇફમાં અનિદ્રાનો રોગ હોય છે. રાત્રે ઊંઘ સારી આવે એ માટે અનેક લોકો દવા પણ લેતા હોય છે. પણ જો તમે આખા દિવસમાં લાગેલા થાકને ઓછો કરો છો તો રાત્રે તમને સારી ઊંઘ આવે છે. આ માટે રાત્રે ઊંઘતા પહેલા પગને ધોવા ખૂબ જરૂરી છે. જો તમે રાત્રે ઊંઘતા પહેલા પગને સારી રીતે ધોઇને ઊંઘી જાવો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે અને સાથે-સાથે ઊંઘ પણ સારી આવે છે.
- દરેક લોકોએ રાત્રે ઊંઘતી વખતે પગ ધોઇને સૂઇ જવું જોઇએ. પગ ધોવાથી તમે ફ્રેશ થઇ જાવો છો અને તમને ઊંઘ પણ સારી આવે છે. આમ કરવાથી બ્રેનને શાંતિ મળે છે અને સાથે ઊર્જા પણ મળે છે.
- આખા દિવસનો વધારે થાક આપણને પગમાં લાગે છે. આ માટે દરેક લોકોએ રાત્રે ઊંઘતી વખતે પગ ધોઇને સૂઇ જવું જોઇએ. રાત્રે પગ ધોઇને ઊંઘવાથી માંસપેશિઓની સાથે-સાથે સાંધાના દુખાવામાંથી પણ રાહત મળે છે.
- દિવસભરના થાકને ઉતારવા માટે રાત્રે પગ ધોઇને સુઇ જાવો. આખો દિવસ પગમાં ટાઇટ શુઝ પહેરવાથી પગમાંથી વાસ આવવા લાગે છે જેના કારણે પગ તળિયેથી ખરાબ થઇ જાય છે. આ બધી સમસ્યામાંથી છૂટવા માટે તમે જ્યારે પણ રાત્રે સૂઇ જાવો ત્યારે પગ ધોઇને સૂઇ જાવો.
- રાત્રે પગ ધોઇને સુઇ જવાથી શરીરનું તાપમાન સારું રહે છે. શરીરનું તાપમાન બરાબર રહેવાથી તમને થાક પણ જલદી લાગતો નથી અને ઊંઘ પણ સારી આવે છે.
- પગની સ્કિનને સોફ્ટ રાખવા માટે રોજ રાત્રે ઊંઘતા પહેલા પગ ધોઇને સૂઇ જાવો. પગને સોફ્ટ રાખવા માટે વારંવાર ધોવા ખૂબ જરૂરી છે.