રાજકોટમાં મંગળવારે નવા 7 કેસ નોંધાયા છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 21 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આથી સારવાર હેઠળ દર્દીની સંખ્યા 62 રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64004 પર પહોંચી છે. ગઈકાલે શહેરના યુનિવર્સિટી રોડ પર 75 વર્ષીય વૃદ્ધ, યોગેશ્વર પાર્કમાં 25 વર્ષીય યુવાન, સુંદરમ પાર્કમાં 43 વર્ષીય પુરુષ, રેસકોર્સ વિસ્તારમાં 45 વર્ષીય મહિલા, મહાવીર સોસાયટીમાં 42 વર્ષીય પુરુષ, ઇન્દિરા સર્કલ વિસ્તારમાં 41 વર્ષીય પુરુષ અને માધાપરમાં 43 વર્ષીય પુરુષ સંક્રમિત થતા મનપાની આરોગ્ય શાખાએ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આમ છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 313, તાવના 68 અને ઝાડા-ઊલટીના 92 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 18, મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો