રાજકોટ શહેરમાં કોરોનાના એક સાથે 21 કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 77 થઈ છે જ્યારે કુલ કેસનો આંક 63942 થયો છે અને ટૂંક સમયમાં 64000ને પાર થાય તેવી શક્યતા છે. જે નવા 21 કેસ આવ્યા છે તેમાં સૌથી મહત્ત્વના 9 કેસ છે આ તમામ કિસાનપરા ચોક સ્થિત એક એપાર્ટમેન્ટમાં સામે સામે ફ્લેટમાં રહેતા બે પરિવાર છે. બંને પરિવારના એક એક સભ્યને કોરોનાને લગતા લક્ષણો હોવાથી ટેસ્ટ કરાવ્યા હતા અને પોઝિટિવ આવ્યા હતા. જેને લઈને બંને પરિવારે બધાના ટેસ્ટ કરાવતા બે વ્યક્તિને બાકાત રાખી બધાને કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો છે. જોકે એ તમામમાં કોઇપણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી. બંને પરિવારોએ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી કે પછી પોઝિટિવ દર્દીના સંપર્કમાં ન આવ્યા હોવાનું જણાવ્યું છે પણ એક જ એપાર્ટમેન્ટમાં બે ફ્લેટમાં કોરોનાના કેસ આવતા ફરીથી ત્રીજી લહેર જેવી સ્થિતિના ભયે આખા એપાર્ટમેન્ટના રહેવાસીઓએ તકેદારીના પગલાં લેવાના ચાલુ કર્યા છે. આ અંગે તંત્રના જણાવ્યા અનુસાર એઈમ્સ બોયઝ હોસ્ટેલમાં રહેતા 18 વર્ષના યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એઇમ્સ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી એકને કોરોના થતા હોસ્ટેલમાં સેનિટાઈઝેશન સહિતની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઉપરાંત 1 વર્ષ, 7 વર્ષ અને 13 વર્ષ એમ ત્રણ બાળકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જે પૈકી એક વર્ષની બાળકીને તાવ રહેતા સારવાર અપાઈ હતી અને ટેસ્ટ કરાવતા કોરોના હોવાનું માલૂમ પડ્યું હતું હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે. રાજકોટ શહેરમાં કેસમાં સતત ઘટાડો વધારો થઈ રહ્યો છે તેથી હજુ ચોથી લહેરની કોઇ જ શક્યતા ન હોવાનું તંત્ર જણાવે છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો