યથાર્થ દૃષ્ટિ તથા સૃષ્ટિ આ બુદ્ધ નું વાક્ય આપણા જીવનમાં શું શીખવે છે ?? તથાગત બુદ્ધ એક વાર તેમના ગણ સાથે વનમાં બેઠા હતા ત્યારે એક માણસ ત્યાં આવીને બુદ્ધ પાસે રડવા લાગ્યો અને કીધું કે મારું બધું લૂંટાઈ ગયું હું બરબાદ થઈ ગયો મને મારા વેપારી ભાઈ એ દગો આપ્યો પ્રભુ હવે હું શું કરું મને રસ્તો કહો… બુદ્ધ થોડીક વાર મૌન રહે છે અને ત્યાર બાદ સ્મિત હાસ્ય સાથે તે વેપારી ને જવાબ આપે છે” યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ “. એટલે કે જે માણસ જેવુ વિચારે છે જેવુ આંખ થી જોવે છે તે માણસ માટે તે દુનિયા એવી જ છે એટલે કે જે સારું વિચારે છે ફકત તે માણસ માટે દુનિયા ખુબજ સારી છે અને જે માણસ નકારત્મક વિચારે છે તેના માટે દુનિયા એવી લાગે છે તમે એમ વિચાર્યું કે મારું બધું લૂંટાઈ ગયું એટલે તમારી વિચારધારા માં દુઃખ આવ્યું એટલે તમને જીવન દુઃખી લાગી રહ્યું છે પરતું તમે એમ વિચાર્યું હોત કે ભલે મારો વેપાર લઈ ગયો પરતું મારી વેપારની કલા નહીં તો તમે ફરી વક્ત શૂન્ય થી વેપાર શરૂ કરી શક્યા હોત અન બુદ્ધ નો આ અદભૂત જવાબ સાંભળી ને વેપારી તેના ચરણો માં પડી જાય છે …
Trending
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ