આજની યુવા પેઢીને સૌથી મોટી સમસ્યા મોં પર થતા ખીલની હોય છે. ફેસ પર થતા ખીલ તમારી પર્સનાલિટી બગાડીને મુકી દે છે. જો કે ઘણાં લોકોને ફેસ પર બહુ જ મોટા ખીલ થતા હોય છે જે લેસર ટ્રિટમેન્ટ કરાવીને ફેસને ક્લિન કરતા હોય છે. આ સમસ્યા યુવાવસ્થામાં સેક્સ હોર્મોન્સના વિકાસ સંબંધિત હોય છે. ઓઇલી સ્કિન પર આ સમસ્યા વધુ પ્રમાણમાં થતી હોય છે. આમ, જો તમે પણ હવે ફેસ પર થતા ખીલથી કંટાળી ગયા છો તો આ દાદીમાંના આ ઘરેલું નુસ્ખાઓ તમારા માટે સૌથી બેસ્ટ છે.
- ચહેરા પરથી ખીલને દૂર કરવા માટે લીમડાના પાન સૌથી બેસ્ટ છે. આ માટે તમે લીમડાના પાન લો અને એને વાટી અથવા તો મિક્સરમાં થોડુ પાણી અને પાન લઇને પીસી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. જો તમે રોજ આ પેસ્ટ ચહેરા પર લગાવશો તો તમારો ચહેરો ક્લિન થઇ જશે અને બધા ખીલ પણ દૂર થઇ જશે.
- તમારા ચહેરા પર ખીલના ડાઘ પડી ગયા છે તો તરબૂચના બી તમારા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે તરબૂચના બી અને મસૂરની દાળને બરાબર માત્રામાં લો. ત્યારબાદ આની મિક્સરમાં પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવો અને અડધો કલાક સુધી રહેવા દો. આ પેસ્ટ તમારે રોજ રાત્રે સૂતા પહેલા લગાવવાની રહેશે. જો તમે રેગ્યુલર આ પેસ્ટ ચહેરા પર લગાવશો તો 15 જ દિવસમાં તમારો ચહેરો ક્લિન થઇ જશે અને બધા ડાઘ દૂર થઇ જશે.
- જાયફળને કાચા દૂધમાં પીસીને પેસ્ટ બનાવી લો અને એને ચહેરા પર લગાવો. જાયફળ દરેક સ્કિનના લોકો માટે સૌથી બેસ્ટ છે. તો તમે પણ આજથી જ આ પેસ્ટ લગાવો અને ચહેરાને ક્લિન કરી દો.
- તમારી સ્કિન ઓઇલી છે તો તમે રોજ રાત્રે ચહેરા પર એલોવેરા જેલ લગાવો અને 10 મિનિટ રહેવા દો. પછી ચોખ્ખા પાણીથી ચહેરો ધોઇ લો. આમ કરવાથી તમારું મોં ચોખ્ખુ થઇ જશે.