આવા સમયે જો ક્યારેક શોર્ટ્સ કે સ્લિવલેસ પહેરવાનું આવે ત્યારે તેઓ શરમ અનુભવે છે. તેથી જ જો કેટલીક બાબતોની કેર કરવામાં આવે તો આ કાળી પડેલી ત્વચાને ફરી સુંદર બનાવી શકાય છે. ઘણી વખત યુવતીઓ તેમનાં ચહેરાની સુંદરતા પર વધુ ધ્યાન આપે છે જ્યારે તેમનાં હાથ અને પગની સુંદરતાને ભૂલી જાય છે. એવામાં કોણી અને ઘૂંટણ , પગની આંગળીઓ અને ઘુંટી વધુ પડતી કાળી પડી જાય છે આવા સમયે જો ક્યારેક શોર્ટ્સ કે સ્લિવલેસ પહેરવાનું આવે ત્યારે તેઓ શરમ અનુભવે છે. તેથી જ જો કેટલીક બાબતોની કેર કરવામાં આવે તો આ કાળી પડેલી ત્વચાને ફરી સુંદર બનાવી શકાય છે.
ટામેટું- જ્યારે પણ શરીરનો કોઇ ભાગ વધુ પડતો કાળો પડી ગયો હોય જેમ કે, કોણી ઘુંટણ કે પછી પગની આંગળીઓ કે ઘુંટી ત્યારે તેનાં પર જો નિયમિત 10 દિવસ સુધી દરરોજ ટામેટાને છીણીને તેનાં પલ્પથી માલિશ કરવામાં આવે તો કાળી પડેલી ત્વચા નીખરી ઉઠે છે.
હળદર અને દૂધ- કોણી અને ઘુંટણની ત્વતા સુંદર બનાવવા માટે હળદર , દૂધ અને મધ થી બનાવવામાં આવેલ પેક ખૂબ ફાયદાકારક છે. તેને બનાવવા માટે ત્રણ ચમચી હળદરમાં એક ચમચી મધ અને બે ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 20 મિનિટ તમારી કાળી ત્વચા પર લગાવ્યા બાદ પાણીથી સાફ કરી લો.
એલોવેરા અને બેકિંગ સોડા- લાંબા સમયથી ધ્યાન ન આપવાના કારણે કોણી કાળી પડી જાય છે. તેને માંટે તમારે કોણી પર એલોવેરા જેલ લગાવી સૂકાવા દો. હવે એક ચમચી સોડામાં એક ચમચી દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણ લગાવ્યા બાદ પેસ્ટથી કોણી પર મસાજ કરો. હવે કોણીને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામા 3-4 વખત આ ઉપાય કરવાથી કોણી પરની કાળાશ દૂર થઇ શકે છે.
લીંબુ અને મધ- ઘુટણ કે કોણીની કાળી પડેલી ત્વચાને પહેલાં જેવી કરવા માટે લીંબુ અને મધનો ઉપાય અજમાવી શકો છો. લીંબુ ક્લીંઝરનું કામ કરે છે. તમે રાત્રે સૂતા પહેલા કોણી પર લીંબુ અને મધનું મીશ્રણ લગાવો. અને તેનાંથી મસાજ કરો. તેને અડધો કલાક સુધી રાખ્યા બાદ તેને ચોખ્ખા પાણીથી ધોઇ નાંખો.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.