આજની આ વ્યસ્ત લાઇફમાં મહિલાઓ અનેક સ્વાસ્થ્યને લગતી તકલીફોથી પીડાતી હોય છે. સતત બિઝી રહેવાને કારણે મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન બરાબર રાખી શક્તી નથી જેના કારણે મહિલાઓ કોઇને કોઇ બીમારીની ઝપેટમાં જલદી આવતી હોય છે. આ કારણે વિટામીનની ઉણપ, થાર, ઊંધ પૂરી ના થવી ક પછી કોઇ પણ ગંભીર બીમારીને કારણે સતત ચક્કર આવવા. આમ, જો કોઇ પણ મહિલાને વારંવાર ચક્કર આવે છે તો આ સમસ્યાને ભૂલથી પણ તમારે ઇગ્નોર કરવી જોઇએ. તો જાણો તમે પણ મહિલાઓને ચક્કર કેમ વારંવાર આવે છે…
બ્લડ પ્રેશર ઓછુ થવાને કારણે
વધારે કામ કરવાને કારણે ઘણી વાર મહિલાઓનું બ્લડ પ્રેશર ઓછુ થઇ જાય છે. બ્લડ પ્રેશર ઓછુ થવાને કારણે અનેક મહિલાઓને વારંવાર ચક્કર આવતા હોય છે. ચક્કર આવવાને કારણે આંખોમાં અંધારા આવવા, થોડા સમય માટે બેભાન થઇ જવું, હાથ-પગ ઠંડા પડી જવા જેવા અનેક લક્ષણો દેખાય છે. જો તમને ઘણાં સમયથી બ્લડ પ્રેશરની સમસ્યા છે તો પણ તમને ચક્કર આવી શકે છે. આમ, જ્યારે પણ તમને ચક્કર આવે ત્યારે તમે મીઠાવાળું પાણી પીવો.
હિમોગ્લોબીનની ઉણપને કારણે
હિમોગ્લોબિનની શરીરમાં ઉણપ થવાને કારણે પણ ચક્કર આવી શકે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. હિમોગ્લોબીન લોહીને ઓક્સીજન આપવાનું કામ કરે છે. લોહીમાં આની ઉણપને કારણે મહિલાઓ એનીમિયાનો શિકાર બની શકે છે.
કાનમાં ઇન્ફેક્શન થવાને કારણે
જો તમને કાનમાં કોઇ ઇન્ફેક્શન થયુ છે તો પણ તમને ચક્કર આવી શકે છે. ચક્કર આવવા પાછળ આ એક કારણ પણ જવાબદાર છે.
માઇગ્રેન જેવી સમસ્યા
માઇગ્રેનને કારણે પણ ચક્કર આવી શકે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા હોર્મોન્સ અસંતુલિત થવાને કારણે થાય છે. માઇગ્રેનથી બચવા માટે તમારી લાઇફસ્ટાઇલમાં અનેક બદલાવ લાવવા ખૂબ જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછુ 10 થી 12 ગ્લાસ પાણી પીવો, ચા કોફીનું સેવન કરો. વધારે તીખું ના ખાઓ. તમારી આ સમસ્યાને કારણે પણ તમને વારંવાર ચક્કર આવી શકે છે.