2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં, ભારતની કુલ ઉર્જા ક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો હિસ્સો વધીને 37% કરવાની યોજના છે.
સેન્ટ્રલ એનર્જી ઓથોરિટીના જણાવ્યા મુજબ, ભારતમાં નવી જળ ઊર્જાની ક્ષમતા 141.4 ગીગાવોટ છે, જેમાં મોટા પાવર પ્રોજેક્ટ્સનો સમાવેશ છે.
ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે 134.69 ગીગાવોટ હતી. વાર્ષિક ધોરણે, આ 6.71 ગીગાવોટનો વધારો છે.
પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રે ભારતે ઘણા વિકસિત અને વિકાસશીલ દેશોને પાછળ છોડી દીધા છે.
બ્રિટીશ એનર્જી કંપનીના અધ્યયન મુજબ, ઉર્જા અર્થવ્યવસ્થાના કદની બાબતમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.
જોકે, પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં રોકાણ અને ભાવિ યોજનાઓની બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં કામ કરતી ખાનગી કંપની મર્કમ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતામાં મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સનો હિસ્સો 12.1% છે.
સૌર ઉર્જાનો શેર 10.70% સુધી ગયો છે. તે અગાઉના ત્રિમાસિક ગાળામાં 10.33% હતું.
પવન ઉર્જાનો હિસ્સો 10.25 ટકા છે. બાયોમાસનો હિસ્સો 2.65% છે અને નાના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સનો હિસ્સો 1.24% છે.
વર્ષમાં ભારતે તમામ મોટા અર્થતંત્રોમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં વૃદ્ધિનો સૌથી ઝડપી દર દર્શાવ્યો છે.
ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 2.5 ગણાના દરે વધી રહી છે. ભારતનું કુલ સોલર પાવર ઉત્પાદન 40 ગીગાવાટથી આગળ વધી ગયું છે.
ગયા વર્ષે કોવિડ -19 ને કારણે આર્થિક પ્રવૃત્તિમાં મંદી હોવા છતાં ભારતે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં વૃદ્ધિ નોંધાવી છે. 2022 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા 175 ગીગાવોટ પ્રાપ્ત કરવાનું ભારતનું લક્ષ્ય છે.
2030 સુધીમાં બિન-અશ્મિભૂત સ્રોતોથી કુલ ઉર્જા ક્ષમતાના 40% પ્રાપ્ત કરવાનું પણ લક્ષ્ય ધરાવે છે.
આ ક્ષેત્રમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સોલાર ઇક્વિપમેન્ટ માટે સરકારે પી.એલ.આઇ. યોજના પણ લાગુ કરી છે.
ભારતમાં પરંપરાગત સ્ત્રોતોમાંથી ઉર્જા કાર્યક્ષમતામાં વાર્ષિક ધોરણે 0.3 ટકાનો ઘટાડો થયો છે.