હાલમાં બજારમાં ભરપૂર પ્રમાણમાં કેરી મળી રહી છે. બજારમાં માત્ર પાકી કેરી જ નહિં પરંતુ કાચી કેરી પણ અઢળક પ્રમાણમાં મળી રહી છે. આમ, તમે કાચી કેરીમાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકો છો. બાળકોને પણ કાચી કેરી બહુ જ ભાવતી હોય છે. આમ, તમે કેરીની ચટણી તો અનેક વાર ખાધી હશે પરંતુ જો તમે એક વાર કાચી કેરીની જેલી બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. તો નોંધી લો તમે પણ આ રેસિપી…
સામગ્રી
3 થી 4 કાચી કેરી
2 ચમચી ફુડ કલર
½ ચમચી છીણેલું નારિયેળ
2 ચમચી ખાંડ
જરૂરિયાત મુજબ તેલ
બનાવવાની રીત
- કાચી કેરીની જેલી બનાવવા માટે સૌ પ્રથમ કેરીને બે વાર ચોખ્ખા પાણીથી બરાબર ધોઇ લો.
- પછી આ કેરીને એકદમ ઝીણી છીણી લો અને એમાં મીઠું અને ફૂડ કલર મિક્સ કરો.
- હવે આ મિશ્રણને 20 મિનિટ સુધી તડકામાં મુકી રાખો.
- એક કઢાઇ લો અને એમાં થોડુ તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે છીણેલી કેરીને એમાં સારી મિક્સ કરી લો.
- 5 થી 10 મિનિટ આ છીણને ધીમા ગેસે થવા દો. આ સમયે તમારે સતત હલાવતા રહેવાનું છે.
- પછી આમાં નારિયેળની છીણ અને ખાંડ મિક્સ કરીને 5 મિનિટ સુધી પકવા દો.
- હવે ગેસ બંધ કરી દો.
- આ મિશ્રણને જેલીના આકારમાં બનાવી લો. તમારી પાસે જેલી બનાવવાનું મોડ હોય તો તમે એમાં પણ કરી શકો છો.
- હવે આ જેલીને થોડા સમય માટે ફ્રિજમાં મુકી દો. આ જેલીને તમે ઓછામાં ઓછી 4 થી 5 કલાક માટ ફ્રિજરમાં મુકી રાખો.
- તો તૈયાર છે સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી.
- આ ઠંડી-ઠંડી જેલી ખાઓ અને મજા લો.