અનેક છોકરીઓ અને છોકરાઓની સ્કિન ઓઇલી હોય છે. ઓઇલી સ્કિન પર વધુ પ્રમાણમાં ખીલ થવાની સમસ્યા રહે છે. ઓઇલી સ્કિનની કેર કરવી ખૂબ જરૂરી છે. જો તમે ઓઇલી સ્કિનની કેર પ્રોપર રીતે કરતા નથી તો અને સમસ્યાઓ ચહેરા પર થવા લાગે છે. ખાસ કરીને ઉનાળામાં અને ચોમાસામાં સ્કિન ઓઇલી વધુ પ્રમાણમાં થઇ જાય છે. આમ, જો તમારી સ્કિન ઓઇલી છે તો તમારે ક્યારે પણ તમારા ફેસ પર આ વસ્તુઓ લગાવવી જોઇએ નહિં. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..
ચણાનો લોટ અને એમાંથી બનતા ફેસ પેક
તમારી સ્કિન ઓઇલી છે તો તમારે ક્યારે પણ ચણાનો લોટ ચહેરા પર લગાવવો જોઇએ નહિં. આ સાથે જ ક્યારે પણ ચણાના લોટમાંથી બનતો ફેસ પેક પણ લગાવવો જોઇએ નહિં. જો કે ઘણાં લોકોની આદત હોય છે કે તેઓ ફેસ પર ચણાનો લોટ લગાવતા હોય છે. ચણાનો લોટ તમારી ઓઇલી સ્કિન પર લગાવવાથી પિપંલ્સ જેવી સમસ્યાઓ થાય છે. આ માટે ક્યારે પણ ચણાનો લોટ ફેસ પર લગાવશો નહિં. તમારી સ્કિન તૈલી છે અને તમે ચણાના લોટમાંથી બનતા ફેસ પેકનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિન પર દાણા થવા લાગે છે અને સ્કિન અમુક કેસમાં લાલ પણ થાય છે. તમે મુલ્તાની માટી તમારા ચહેરા પર લગાવી શકો છો. મુલ્તાની માટી તમારી ઓઇલી સ્કિનને ઓછી કરે છે.
મલાઇ
તમારી સ્કિન ઓઇલી છે તો તમારે ક્યારે પણ મલાઇનો ઉપયોગ કરવો જોઇએ નહિં. મલાઇ તમારી સ્કિન પર વધુ ઓઇલ ભેગું કરવાનું કામ કરે છે. જે લોકોની સ્કિન નોર્મલ છે એ મલાઇનો ઉપયોગ કરી શકે છે. મલાઇ ઓઇલી સ્કિન પર લગાવવાથી સ્કિન વધુ ઓઇલી થાય છે અને ડેમેજ પણ થાય છે. ઘણાં લોકો ફેસ પર મલાઇ લગાવતા હોય છે અને સાથે ઘણા બધા ફેસપેકમાં પણ મલાઇ એડ કરતા હોય છે. પણ જો તમારી સ્કિન ઓઇલી છે તો તમે એવોઇડ કરો નહિં તો તમારી સ્કિન વધારે ડેમેજ થશે.