ઔષધીય ખુબિને કારણે આયુર્વેદમાં લાંબા સમયથી લવિંગનો ઉપયોગ થતો આવ્યો છે. લવિંગમાં ફોસ્ફોરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન કે, ફાઇબર, ઓમેગો 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, આયરન સહિત અનેક પોષક તત્વ હોય છે. સાથે લવિંગ અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. લવિંગ એક આયુર્વેદિક તત્વ છે, જેને આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. આપણે સામાન્ય રીતે તેનો ઉપયોગ ભોજનમાં કરતા હોઈએ છીએ. જો રાત્રે સુતા પહેલા બે લવિંગ સારી રીતે ચાવીને ખાઈઓ અને ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પીએ તો શરીરને અનેક લાભ થઈ શકે છે. તેમ કરવાથી પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી અને પાચન સાથે જોડાયેલી સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે.
જો તમારા દાંતમાં દુખાવાની સમસ્યા હોય અથવા દાંતમાં સડો પડી ગયો હોય તો લવિંગ તમારા માટે ઉપયોગી છે. તમે રાત્રે સુતા પહેલા બે લવિંગ ખાઈ શકો છો. લવિંગ ખાવાથી શરીરમાં બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. તેના સેવનથી માથાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે. જો તમને મોઢામાંથી દૂર્ગંધ આવવાની સમસ્યા હોય તો રાત્રે સુતા પહેલા લવિંગ ખાવાથી તમને ફાઇદો થઈ શકે છે. જો ગળા સાથે જોડાયેલી સમસ્યા જેમ કે ગળામાં ખારાશ, ગળામાં દુખાવો, ગળુ ખરાબ હોય. લવિંગ તમારી આ સમસ્યા દૂર કરી શકે છે. રાત્રે સુતા પહેલા બે લવિંગ ખાવો અને ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પીવો.
જો તમે ચાવીને લવિંગ ન ખાઈ શકતા હોય તો તેનો પાઉડર બનાવી નાખો. ત્યારબાદ લવિંગના પાઉડરને 1 ગ્લાસ પાણીમાં નાથી 2-3 મિનિટ ઉકાળો અને ત્યારબાદ થોડુ ઠંડુ પાણી થાય એટલે તેને પીવો. તેનાથી તમને ઘણા ફાયદા થશે. જો બાળકોને કબજીયાત કે ખાંસીની સમસ્યા છે તો 1 લવિંગનો પાઉડર કરી તેમાં અડધી ચમચી મધ નાખી બાળકોને આપી શકો છો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268