COVAXIN નિર્માતા કંપનીએ ઈમરજન્સી લિસ્ટ માં કોવેક્સિન ને સામેલ કરવા માટે WHO જીનિવાને આવેદન આપ્યું છે. આ આવેદનની સાથે આશામાં રાખવામાં આવી રહી છે કે, જુલાઈ-સપ્ટેમ્બર 2021 સુધી કોવેક્સિન રસી લેનારને વિદેશ જવાની અનુમતિ મળી શકે છે.પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગના લીસ્ટમાં સામેલ કરવાની સ્વીકૃતિ માટે અમેરિકા, બ્રાઝીલ, સહિત 60 દેશોમાં આ પ્રકિયા ચાલી રહી છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોને એક દેશથી બીજા દેશમાં આવવા અને જવા માટે વેક્સિનેશનનો એક આધાર બનાવવામાં આવ્યો છે. WHO વિશ્વ સ્વાસ્થય સંગઠને એ વેક્સિનનું લીસ્ટ તૈયાર કર્યું છે. જેને લીધા બાદ એક દેશથી બીજા દેશમાં જવું સરળ રહેશે.
Whatsapp લાવી રહ્યું છે નવું ફીચર, એક સાથે ચાર ડિવાઇસમાં ચલાવી શકશો એકાઉન્ટ
તો બીજી બાજુ હેલ્થ મિનિસ્ટ્રીના મુજબ દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ વર્ષ કોવિડની રસી આપવામાં આવશે. પ્રથમ જુન સુધી અંદાજે 22 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે એટલે કે, જે ટાર્ગેટ છે તે હિસાબે 7 મહિનામાં અંદાજે 160 કરોડ ડોઝ આપવાનો બાકી છે.ભારતમાં અત્યારસુધીમાં વેક્સિનની 23,61,98,726 ડોઝ અપાઈ ચૂકયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના આંકડા મુજબ સોમવારના રોજ દેશભરમાં 33.64 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યારસુધીમાં 18,95,95,747 લોકોને પ્રથમ ડોઝ અને 4.66 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ આપાઈ ચૂક્યો છે.
જેમણે વેક્સિન ન લીધી હોય તેમના માટે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટની સાથે પ્રવાસ કરી શકે છે .ભારતમાં કોરોના ની બીજી લહેરની શરુઆતની સાથે પ્રસાર રોકવા માટે કેટલાક દેશોને ભારતથી આવનારા વિમાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ લગાવનાર દેશોમાં કનાડા,બ્રિટેન, સઉદી અરબ, ન્યુઝીલેન્ડ જેવા અન્ય કેટલાક દેશો પણ સામેલ છે.હવે વિદેશમાં ટ્રાવેલ કરનાર લોકો માટે સારા સમાચાર છે કે, COVAXIN રસી લેનારા લોકો માટે જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં વિદેશ જવાનો રસ્તો પણ ખુલી શકે છે અનેક દેશો વેક્સિનેશન પર જોર આપી રહ્યા છે. જેમણે વેક્સિન ન લીધી હોય તેમના માટે RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટની સાથે પ્રવાસ કરી શકે છે
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268