ભારત અત્યારે કોરોનાની બીજી લહેરથી ભયંકર રીતે પ્રભાવિત છે.
જેની અસર વિદેશ યાત્રાઓ પર પણ પડી રહી છે. વૈશ્વિક હિલચાલ પર પણ કોરોનાના કારણે લાગેલા પ્રતિબંધથી અસર પડી રહી છે.
રસીકરણ જ એક આશા દેખાઈ રહી છે.
કોરોનાના આ સમયમાં ઘણા દેશોએ મુસાફરી પ્રતિબંધમાં રાહત આપવાની જાહેરાત કરી છે.
ઘણા દેશોમાં જેમને રસી આપવામાં આવી છે
તે માટેની તેમની નીતિઓમાં રાહત આપવામાં આવી છે
અને તેમના માટે તેમના દેશના દરવાજા ખોલવાની જાહેરાત કરી છે.
પરંતુ વિદેશ જવાના દરવાજા હજી પણ તેમના માટે બંધ રહેશે
જેમણે ભારત બાયોટેકની
કોવેક્સિન રસી લીધી હોય.
જી હા !! ભલે તમે ભારત બાયોટેક વેક્સીન કોવેક્સિનનાં બંને ડોઝ લીધા હોય,
પરંતુ શરૂઆતી મહિનાઓમાં તમને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છૂટ નહીં મળે.
જાણો વ્હાઇટ ફંગસ શું છે અને કેવી રીતે થઈ શકે સારવાર???
ખાનગી સમાચારના અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય મુસાફરીને છૂટ આપવા માટે દેશો કાં તો તેમની પોતાની નિયમનકારી સત્તા દ્વારા માન્ય રસી લીધી હોય તેને માન્યતા આપી રહ્યા છે
અથવા વિશ્વ આરોગ્ય સંગઠનની ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ દ્વારા માન્યતા અપાયેલી રસી લેનારાઓને માન્ય ગણવામાં આવે છે.
આ યાદીમાં કોવિશિલ્ડ, મોડર્ના, એસ્ટ્રાઝેનેકા, ફાઈઝર, જાનસેન અને સિનોફર્મ / BBIP નો સમાવેશ થાય છે.
આ લીસ્ટથી કોવેક્સિનનું નામ બહાર છે.
WHO નવી ગાઈડલાઈન પ્રમાણે ભારત બાયોટેક દ્વારા ઇમરજન્સી યુઝ લિસ્ટિંગમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે,
પરંતુ આ સંસ્થા પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે મે-જૂનમાં પ્રિ-સબમીશન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે,
ત્યારબાદ કંપની વતી ડોઝિયર સબમિટ કરવામાં આવશે.
જેની સમીક્ષા કરવામાં કરીને નિર્ણય લેવામાં આવશે.
આ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268