બ્રિટનના યુકે બાયોબેંકે તેના અધ્યયનમાં શોધ્યું છે કે કોરોના Covid થી સ્વસ્થ થયા પછી પણ ઘણા લોકોના મગજમાં ગ્રે Grey Elements In Mind પદાર્થમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. હકીકતમાં ગ્રે પદાર્થ મગજનો એ ભાગ છે જેની સાથે ગંધ, સ્વાદ, મેમરી રચના અને કોગનેટિવ ફંક્શનની ક્ષમતા સંકળાયેલી છે.યુકે બાયોબેંકે એક એવી સંસ્થા છે જે આરોગ્ય Health અને આનુવંશિક માહિતીને એકત્રિત કરે છે અને તેનો અભ્યાસ Research કરે છે. તેણે કોરોના પૂર્વે ને ત્યાર બાદ કોરોના સંક્રમિત infected person લોકોના મગજના ફોટા પાડીને અભ્યાસ કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે કોગનેટિવ ફંક્શનની સાથે મેમરી રચનામાં સંકળાયેલા મગજ ના હિસ્સાને કોરોના સંક્રમણ બાદ નુકશાન થયું છે.
ભારતીય ડોકટરો Indian Doctor પણ માને છે કે આવા ઘણા દર્દીઓ તેમની પાસે આવે છે જે કોરોનાથી પીડિત છે. કોરોનાથી છૂટકારો મેળવ્યા પછી બ્રેઇન ફોગિંગ brain fog covid અને સ્મૃતિ ભ્રંશનાં લક્ષણો જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં બ્રેઇન ફોગિંગને કારણે મગજ અસ્પષ્ટ થવા લાગે છે. માથામાં દુખાવો અને વિચાર શક્તિની નબળાઇ શરૂ થાય છે.કોરોના બાદ મગજના ફોટાના અભ્યાસના આધારે તે જાણવા મળ્યું હતું કે ચેપગ્રસ્ત લોકોમાં કોરોના સમાપ્ત થયા પછી પણ મગજની ક્ષમતા પ્રભાવિત થઇ છે. સ્વાભાવિક છે કે આવા ન્યુરોલોજીકલ neurological disorders ડિસઓર્ડર પછી લોકોની માનસિક ક્ષમતામાં અનેક પ્રકારની ભૂલો જોવા મળી રહી છે.કોવિડ પહેલાં યુકે UK Biobank બાયોબેંક માં 40 હજાર લોકોની મગજ ના ફોટાઓનો ડેટા બેસ હતો. તેમાંથી 798 લોકોની પોસ્ટ-કોવિડ મગજના ફોટા ફરીથી લેવામાં આવ્યા હતા. તેમની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે 404 લોકો જે કોરોનાનો ભોગ બન્યા છે તેમાંથી 394 લોકોના મગજ સ્કેનમાં એવું જોવા મળ્યું હતું કે તેમના મગજમાં ગ્રે પદાર્થનો અભાવ છે.
How Corona affects the brain
આ અભ્યાસની સમીક્ષા ડોકટરોના જૂથો દ્વારા કરવામાં આવી નથી. આ પ્રિ-પ્રિન્ટ અભ્યાસ હતો અને ડોકટરોના જૂથો દ્વારા સમીક્ષા કર્યા પછી જ તેને જર્નલમાં પ્રકાશન માટે મોકલી શકાય છે. હકીકતમાં, સંશોધનનો ઉપયોગ ક્લિનિકલ પ્રેક્ટિસમાં જ પીયર રિવ્યુ અને જર્નલમાં પ્રકાશિત થયા બાદ ક્લિનિકલ પ્રેકટિસમાં ઉપયોગમાં લઇ શકાય છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પહેલો અભ્યાસ છે જેમાં પ્રી અને પોસ્ટ કોરોના સંક્રમિત લોકોના મગજ સ્કેનનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે પણ તુલનાત્મક રીતે કરવામાં આવ્યો છે. આ અધ્યયનમાં પસંદ કરેલા લોકો હળવાથી મધ્યમ કોરોનાના લક્ષણ ઘરાવતા હતા.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.