પેનિક અટેક સામાન્ય રીતે લોકોમાં હોય છે. જે સૌથી વધારે ચિંતા કરે છે. અથવા તો જેમનો પરિવાર કોઈ એવી માનસિક સ્થિતિ માંથી પસાર થઈ રહ્યા હોય તેમાં તેમની પેનિક થવાની સ્થિતિ વધી જાય છે. તેવામાં આ વ્યક્તિને હંમેશા ચિંતા રહેતી હોય છે કે હવે તેની સાથે શું થશે. તેને ગભરાટ થાય છે, પરસેવો આવે છે, હાથ-પગમાં ઝણઝણાટી થાય છે, શ્વાસ લેવામાં પરેશાની વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પેનિક એટેકનો સમય દસ મિનિટ અથવા તો તેના કરતાં વધારે પણ હોઈ શકે છે. અને તેના લક્ષણ હાર્ટ એટેકની જેવા દેખાઈ શકે છે.
કોરોનાની બીજી લહેરની કૃષિક્ષેત્રે શું પડશે અસર? જાણો શું કહ્યું નીતિ આયોગે
હાલ એવો સમય ચાલી રહ્યો છે જ્યારે દરરોજ કંઈકને કંઈક નવું સાંભળવા મળી રહ્યું છે. તેવામાં લોકોની ચિંતા અને ગભરાહટ વધી જાય એ સ્વાભાવિક છે. પરંતુ કેટલાક અત્યારે સતત આ વિશે વિચારે છે તો તેઓ ક્યાં તો પરેશાન રહે છે અથવા તો તેમને પેનિક એટેક આવવાની સંભાવના વધી જાય છે. કોરોનાના સમયમાં આ પ્રકારના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જે નાની-નાની વાતો પર એગ્રેસીવ થઈ જાય છે.પેનિક ડિસઓર્ડર એક એવી માનસિક સ્થિતિ હોય છે જેમાં પીડિત વ્યક્તિને એ ડર સાથે જ રહે છે. તે ઘણીવાર એટલો ડરી જાય છે કે તેને દરેક સમયે એવો અનુભવ થાય છે તે કોઈ મોટી બીમારી અથવા તો મોટી મુશ્કેલીમાં છે. જે વ્યક્તિ પીડિત હોય છે તેનું હ્રદય ઝડપ થી ધબકવા લાગે છે. પીડિત વ્યક્તિને હંમેશા એવું લાગે છે કે તેની સાથે કંઇક ખોટું થવાનું છે.
પેનિક ડિસઓર્ડરની સારવાર માટે તમારે તમારા ખાણીપીણીમાં બદલાવ લાવવો જરૂરી છે. cognitive behavioral therapy પણ લઈ શકો છો. જે થેરેપીમાં દવાથી પેનિક એટેકની સારવાર કરી શકાય છે. દવાની સાથે psycho therapyથી પણ જલ્દી રાહત મળે છે. આ વ્યક્તિઓએ આલ્કોહોલ અને કોફીનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત સંતુલિત આહાર લેવો જોઈએ.જો તમે એક જ રીતનું ભોજન કરતા હો તો કંઈક નવું ટ્રાય કરો. ફળોનું સેવન કરો અને ગ્રીન ટી પીઓ. સારા વિચાર લાવો. યાદગાર ક્ષણો વિશે વિચારો. બાળકો સાથે સમય વિતાવો. કસરત કરો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268