બીજી લહેર બાદ લોકોમાં હવે કોરોનાનો ભય પણ ખુબ વધી રહ્યો છે. એવામાં ત્રીજી લહેરની ચિંતા પણ સતાવી રહી છે. આ વચ્ચે વેક્સિન જ એક હથિયાર હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ વેક્સિન અભિયાન શરુ છે તો બીજી તરફ સરકાર દરેકને વેક્સિન લેવા માટે અપીલ કરી રહી છે. હવે તો ગર્ભવતી મહિલાઓને પણ વેક્સિન લેવાનું છૂટ આપવામાં આવી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સગર્ભા સ્ત્રીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની આ નવી ગાઈડલાઈનમાં વેક્સિન મુકાવવાને લઈને ગર્ભવતી મહિલાઓની ચિંતા દુર કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે. તેથી ગર્ભવતી મહિલાઓએ અન્ય લોકોની જેમ જ કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જોઈએ.
વરસાદની સીઝનમાં કોવિડ અને અન્ય બીમારીઓથી બચવાના ઉપાય:
ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાઓને શરૂઆતમાં સામાન્ય લક્ષણો દેખાય છે. પરંતુ ત્યાર બાદ અચાનક તબિયત ખુબ વધી જાય છે. એટલું જ નહીં આ સંક્રમણને કારણે ગર્ભ પર પણ પ્રભાવ પડી શકે એમ છે. તેથી કોરોનાથી બચવા માટે ખુબ સાવધાની રાખવી જરૂરી છે. જેમાં અન્ય સલામતી સાથે કોરોના સામેની વેક્સિન પણ મહત્વની છે. તેથી ગર્ભવતી મહિલાઓને વેક્સિન લેવાની સલાહ આપવામાં આવી રહી છે. 95 %થી વધુ કેસોમાં કોરોના પોઝિટિવ માતાઓના બાળક સ્વસ્થ જન્મ્યા છે. પરંતુ કેટલાક કેસ એવા જોવા મળ્યા છે કે ગર્ભાવસ્થામાં કોરોના સંક્રમણના કારણે સમયથી વહેલા ડિલીવરી કરવાની સ્થિતિ બને છે. આવા બાળકોનું વજન 2.5 કિલોગ્રામથી ઓછું થઇ શકે છે. એટલું જ નહીં મોટું જોખામ એ છે જન્મ પહેલા જ બાળકનો જીવ પણ જી શકે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સગર્ભા સ્ત્રીઓ જેની ઉમર 35 વર્ષથી વધુ છે, જેનું વજન પણ વધારે છે અને જેમને ડાયાબિટીઝ અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેઓને કોવિડ-19 ના ચેપનું જોખમ વધારે છે. માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ -19 ની ઝપેટમાંથી બહાર આવી છે, તો તે થોડી રાહ જોઈ શકે છે. પરંતુ તેને ડિલિવરી પછી તરત જ રસી લેવી જોઈએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને જાણવા જેવું, ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268