કોરોનાની અસર ઘણી અલગ અલગ રીતે પડી રહી છે. સામાન્ય લોકોના જનજીવન પર સ્વાસ્થ્યને લઈને તો અસર પડી જ રહી છે. સાથે સાથે આર્થિક પરિસ્થિતિ, નોકરી-ધંધા, અને આવક પર પણ અસર પડી રહી છે. આ વચ્ચે ખેતીને લઈને પણ ચિંતા બની રહી છે. કોરોનાની બીજી લહેરે ખેતી પર કેટલી અસર કરી છે તેને લઈને દેશના સામાન્ય લોકોની ચિંતા બની રહી છે. કેમ કે ખેતીની અસર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે દરેક નાગરિક પર પડે છે. નીતી આયોગના સભ્ય રમેશ ચંદે રવિવારે કહ્યું, કોરોનાની બીજી લહેરની અસર ભારતીય કૃષિ ક્ષેત્ર પર નહીં પડે. તેમણે કહ્યું કે મે મહિનામાં જ્યારે કોરોનાની બીજી લહેર ગામડાઓમાં ફેલાઈ હતી, ત્યારે તે સમયે કૃષિ પ્રવૃત્તિઓ ઓછામાં ઓછી હોય છે.
શું મહિલાઓ ને વેક્સિન લીધા પછી તાવ આવે તો શું તે બાળકને સ્તનપાન કરાવી શકે છે ? જાણો વધુ
સમાચાર એજન્સી સંસ્થા અનુસાર ચંદે કહ્યું કે મે મહિનામાં કોઈ પાકનું વાવેતર અને પાકની લણણી થતી નથી. ફક્ત થોડા શાકભાજી અને ઋતુ-પાકની ખેતી કરવામાં આવે છે. માર્ચ અથવા એપ્રિલ મધ્ય સુધીમાં કૃષિ પ્રવૃત્તિઓ ટોચ પર હોય છે. તે પછી તેમાં ઘટાડો થાય છે. ચોમાસાના આગમન સાથે આ પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય છે. ચોમાસાના આગમન સાથે પાકની લણણીનો સમય શરુ થાય છે.રમેશ ચંદે કહ્યું કે આવામાં જો મેથી જુન મધ્ય વચ્ચે શ્રમિકોની ઉપલબ્ધતા ઓછી રહે છે. જેનાથી કૃષિક્ષેત્રે કોઈ પ્રભાવ નહીં પડે. કૃષિક્ષેત્રે પ્રભાવ વિશે રમેશ ચંદે કહ્યું કે 2021-22માં વૃદ્ધિ દર ત્રણ ટકાથી વધુ રહેશે. પાછલા નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.6 ટકા હતો. તે જ સમયે, ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો.
જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત હજી પણ કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર કેમ નથી બન્યું, ચંદે કહ્યું કે સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર છે. આ ઉત્પાદન અને ભાવ સ્થિરતાના મોરચે ઘણું પરિવર્તન લાવશે.રમેશ ચંદે જણાવ્યું હતું કે ભારતમાં અમારી સબસિડી નીતિ, ભાવ નીતિ અને ટેકનોલોજી નીતિ ચોખા, ઘઉં, શેરડીની તરફેણમાં ભારે નમેલી છે. આવી સ્થિતિમાં મારું માનવું છે કે આપણે આપણી પ્રાપ્તિ અને એમએસપી નીતિને કઠોળ માટે અનુકૂળ બનાવવાની જરૂર છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268