ચીનથી વકરેલા કોરોનાએ અત્યાર સુધીમાં અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. લાખો કે કરોડોના ખર્ચે સારવાર કરવા છતાં પણ દર્દીને બચાવી શકાતા નથી. તેની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે કે, કોરોનાનો વૃદ્ધિદર માત્ર 60ની કિંમતના અશ્વગંધાથી પણ રોકાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયુર્વેદિક નિષ્ણાતનાં દાવા મુજબ 60 હજારની કિંમતનાં કોકટેલ ઇન્જેક્શન જેટલુ જ પરિણામ અશ્વગંધામાંથી મળી રહ્યુ છે.ગુજરાત આયુર્વેદિક નિષ્ણાંત જણાવે છે કે,આધુનિક તબીબી વિજ્ઞાનમાં મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ઇન્જેક્શન કોરોના વાયરસના એસ-પ્રોટીનને વધતું અટકાવે છે, જેથી વાયરસ શરીરના બીજા કોષોમાં પ્રવેશી શકતો નથી.
આ વાયરસને શરીરમાં અટકાવતા કોકટેલ ઇન્જેક્શનના એક ડોઝની કિંમત રૂ. 60 હજાર છે. કોરોનાનાં માઇલ્ડ લક્ષણો ધરાવતા અને રેપિડ કે આર -ટી-પીસીઆરમાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીને કોકટેલ ઇન્જેક્શન અપાય છે. જ્યારે,અશ્વગંધામાં રહેલું વિથેનેન નામનું તત્ત્વ વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને તેનાં વૃદ્ધિદરને અટકાવે છે અને શરીરને રક્ષણ આપે છે,તેવો દાવો હાલ કરવામાં આવી રહ્યો છે.કોરોના પોઝિટિવ આવેલા દર્દીને સામાન્ય રીતે કોકટેલ ઇન્જેક્શન અપાય છે, જેથી વાયરસ નાક કે ગળામાં પ્રવેશીને શરીરના કોષોમાં પ્રવેશ્યો હોય તો તેને આગળ વધતો અટકાવી શકાય છે. કોકટેલ થેરપીની જેમ કામ કરતું અશ્વગંધામાં રહેલું વિથેનોન નામનું તત્ત્વ પણ વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને એના વૃદ્ધિદરને અટકાવી દે છેે. તેમજ કોઇપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ પણ કરતું નથી.
આઇઆઇટી- દિલ્હી અને જાપાનની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રિયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા થયેલા રિસર્ચ પ્રમાણે, અશ્વગંધામાં ‘વિથેનોન’ નામનું કુદરતી રસાયણ રહેલું છે.જે કોરોના વાયરસના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરીને વૃદ્ધિદર અટકાવે છે. મૂળ કોરોના વાયરસ ચાર પ્રોટીનનો બનેલો છે. જે એચ -પ્રોટીન શરીરના કોષને સંક્રમિત કરીને ડીએનએ સાથે મળે છે, ત્યારે એમ-પ્રોટીન જે એકમાંથી હજારો કોષોમાં રૂપાંતરિત કરે છે, પરંતુ આ વિથેનોન એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ બનાવે છે.જેથી કોરોનાનાં સંક્રમણને આગળ વધતું અટકાવી શકાય છે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.