જ્યારે ઘરમાં બાળકની કિલકારીઓ સંભળાવવા લાગે છે ત્યારે ના માતા -પિતા પરંતુ આસ-પાસ રહેતા લોકોને પણ ખુશી થાય છે પરંતુ શું તમે જાણો છો કે, ચીન માં એવી અજીબો ગરીબ પ્રથા છે કે, જેમાં બળકના જન્મ પછી લોકો માતાની ગર્ભનાળ જ ખઈ જાય છે.
ચીનમાં ગર્ભનાળ પ્લેસેન્ટોફેગી કહેવામાં આવે છે. લોકોનું એવું માનવું છે કે પ્લેસેન્ટા માં ખૂબ પોષક તત્વો હોય છે. જેના કારણે અહીંના લોકો આ ખાય છે. ઘણી વખતતો એવું પણ થયું છે કે, બાળકના જન્મ લેતાની સાથે જ માતા ગર્ભનાળને ખાઈ જાય છે. કહેવામાં આવે છે કે, ગર્ભનાળ ખાવાથી મહિલાઓને બાળકો પેદા કર્યા બાદ પીડા થતી નથી. એવું પણ કહેવામાં આવે છે કે, પુરૂષો માટે આ નપુસંકતાનો ઈલાજ છે. જાણકારી મૂજબ ચીનમાં 1500 વર્ષથી આ ગર્ભનાળ ખાવામાં આવે છે. જોકે, ગર્ભનાળ ખાવાથી થતા ફાયદા અંગની માન્યતા અંગે કોઈ તબીબે પુષ્ટી કરી નથી.

ઘણી વખત ગર્ભનાળ હોસ્પિટલમાંથી જ ચોરાઈ જાય છે. જો કે બહાર લઈ જઈને તેને ઉંચી કીંમત પર વેચી દેવામાં આવે છે. ચીનમાં પ્લેસેન્ટાને ભારે દવાઓની જેમ ઉંચી કિંમતમાં વેચવામાં આવે છે. ગર્ભનાળને સૂકાવ્યા પછી તેનો ઐષધીની જેમ ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકો તો આનો સૂપ બનાવીને પીવે છે.ગર્ભનાળ ખાવાના નુકસાન અંગે ટેક્સાસ યુનિવર્સિટી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, આમાં વાયરસ હોઈ શકે છે. પ્લેસેન્ટા માતાથી બાળક સુધી પોષણ ફિલ્ટર કરીને પહોંચાડે છે. આ જ કારણથી આમાં ખતરનાખ બેકટેરિયા અને વાયરસ હોઈ શકે છે જેને ખાવાથી બિમારિયો થઈ શકે છે.
પ્લેસેન્ટા ખાવા બાબતે 2016 માં સેન્ટર ફોર ડિઝીટલ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને એક શોધ કરી જેમાં ચોંકાવનારું તથ્ય સામે આવ્યું, આ સંશોધન એવી માતા પર કરવામાં આવ્યું જેના બાળકના લોહીમાં સંક્રમણ પહેલેથી જ હતું. આ ઘટનામાં સામે આવ્યું હતું કે બાળક સાથે આવું ત્યારે થયું જ્યારે માતા બાળકના જન્મ પછી રોજ પ્લેસેન્ટાથી બનાવેલી કેપ્સૂલ ખાતી હતી. આ સમય દરમિયાન તે બાળકને દૂધ પીવળાવતી હતી અને તેના કારણે જ સંક્રમણ બાળક સુધી વધી ગયું.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268