અમદાવારમાં ગઈ કાલ કરતા કોરોના કેસોમાં 62 કેસો વધ્યા છે. અમદાવાદમાં કોરોના કેસોએ જાણે રફ્તાર પકડી હોય તેમ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં નવા 247 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે નોંધાયેલા કેસોની સામે 251 દર્દીઓ સાજા થયા છે. મોટાભાગના દર્દીઓ અત્યારે ઘરે હોમઆઈસોલેશનમાં છે જ્યારે કેટલાક દર્દીઓ સિવિલ, એસવીપીમાં સારવાર લઈ રહ્યા છે.
બીજી બાજુ જેટલા પણ કેસો નોંધાઈ રહ્યા છે. તેમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વધુ કેસો સામે આવી રહ્યા છે. તેમાં પણ જોધપુર, બોડકદેવ, થલતેજ, ઘાટલોડીયા, વસ્ત્રાપુર સહીતના વિસ્તારોની અંદર કોરોના કેસો જોવા મળી રહ્યા છે. જો કે, કોરોનાના દરરોજના અમદાવાદમાં 200થી 250ની અંદર કોરોના કેસો નોંધાઈ રહ્યા છે પરંતુ મૃત્યુ એક પણ દર્દીનું નોંધાયું નથી જેના કારણે ચિંતા ઓછી છે પરંતુ બેદરકારી પણ એટલી જ કોરોના નિયમોનું પાલન ના કરાવવા મામલો જોવા મળી રહી છે. બીજી બાજુ બીજો રસીનો ડોઝ લેવામાં પણ લોકો આનાકાની કરી રહ્યા છે. લગભગ 6 લાખ જેટલા અમદાવાદીઓએ રસીનો બીજો ડોઝ જ લીધો નથી. અત્યારે એવરેજ રોજ 2,00થી 2,500ની આસપાસ લોકો રસી લઈ રહ્યા છે. ખાસ કરીને ત્રીજી લહેર બાદ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો વધવાની શરુઆત અમદાવાદમાં થઈ છે.
અમદાવાદમાં 14 વિસ્તારો એક્ટિવ માઈક્રો કન્ટેનમેન્ટ
કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પણ સક્રીયતા દાખવી શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો વધારવામાં આવી રહ્યા છે. જો કે, ગઈકાલે નવા માઈક્રો કન્ટેનમેન્ટ એરીયા નોંધાયા નથી પરંતુ અત્યારે 14 જેટલા એક્ટિવ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો શહેરમાં છે. ગઈ કાલની સરખામણીએ અગાઉના દિવસે છારોડી અને નારણપુરા વિસ્તારમાં 35 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકવાની ફરજ પડી હતી. આ બે વિસ્તારના 11 ઘરોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા એ પહેલા વસ્ત્રાપુર, ઘાટલોડીય વિસ્તારના કેટલીક સોસાયટીના ઘરોને પણ કન્ટેનમેન્ટ કરાયા છે.