Health News: આજકાલ લોકોનું જીવન ભાગદોડ અને તણાવ ભરેલું છે, તેથી લોકોમાં જિમનું ચલણ પણ વધ્યું છે. જિમ જઈને લોકો બોડી બનાવવા અને શરીરને ફિટ બનાવવા માટે સખત પરિશ્રમ કરે છે. શરીરમાં જામેલી ચરબી અને મગજના તણાવને દૂર કરવા માટે જિમ ખૂબ જ કારગર છે. જો કે, માત્ર જિમમાં જઈને ફક્ત કસરત કરવું પૂરતું નથી, ખાનપાન ઉપર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. અહીં આપણે કેટલીક જરૂરી ટિપ્સ વિશે વાત કરીશું, જે ખાનપાનને લગતી છે. આ ટિપ્સ જિમ જનારા વ્યક્તિઓ જરૂર અનુસરવી જોઇએ.
ફિટનેસ વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ
શારીરિક અને માનસિક રીતે ફિટ અને સ્વસ્થ રહેવા માટે જિમમાં વર્કઆઉટ કરવું ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. જિમમાં વર્કઆઉટ કરવાથી વજન ઘટે છે અને અને ફિટનેસ જળવાઈ રહે છે. ફિટનેસને માત્ર આતંરિક શક્તિ માટે જ નહીં, પણ વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.જિમ જતા પહેલાં અને પછી યોગ્ય આહાર લેવાની જરૂર છે.
ઘણી વખત લોકો મૂંઝવણમાં થતા હોય છે કે, કઈ વસ્તુઓ ખાવી અને શું ન ખાવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે, એવી કઈ વસ્તુઓ છે કે, જેને આપણે આપણા ભોજનમાં સામેલ કરી શકીએ છીએ, જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે. આ વસ્તુઓના સેવનથી જિમમાં જતાં પહેલા તમને ભરપૂર એનર્જી પણ મળશે, જેથી તમે સારું વર્કઆઉટ કરી શકો છો. આ વસ્તુઓને પ્રિ-વર્કઆઉટ મિલ કહેવામાં આવે છે.
જિમ જતાં પહેલાં હળવું ભોજન લેવું જરૂરી
ડાયેટિશિયન અને હેલ્થ એક્સપર્ટ અભિમન્યુએ જણાવ્યું હતું કે, વર્કઆઉટ પહેલાં તમે જે પણ નાસ્તો કે ભોજન લો છો, તેને પ્રિ-વર્કઆઉટ મિલ કહેવામાં આવે છે. આ ભોજન લેવાનો હેતુ શરીરને સારું પોષણ પૂરું પાડવાનો અને વર્કઆઉટ્સ દરમિયાન તમારા પરફોર્મન્સને સુધારવાનો છે. વળી વર્કઆઉટ પહેલાં લેવામાં આવેલો આહાર પણ વર્કઆઉટ બાદ શરીરને ઝડપથી અને સારી રિકવરી કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે આપણે વર્કઆઉટ પહેલા 30થી 40 મિનિટ પહેલા પ્રી-વર્કઆઉટ ભોજન લેવું જોઈએ. તરત જ આપણે પ્રી વર્કઆઉટ ભોજન ન લેવું જોઈએ.
પ્રિ વર્કઆઉટ મિલમાં એટલે કે, જિમ જતાં પહેલાં હળવું ભોજન લેવું પડે છે, હેવી ભોજન લેવું જોઈએ નહીં. તમે ચામાં બ્લેક ટી અથવા ગ્રીન ટી લઈ શકો છો. એનર્જી બૂસ્ટર તરીકે તમે બનાના ઓટ્સ મીલ, બીટનો રસ, કેળાનો શેક, ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર, સીડ ડ્રિંક લઈ શકો છો. જથ્થાની વાત કરીએ, તો ઓછામાં ઓછા 300 ML માત્રામાં આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
ડાયટિશિયન અને હેલ્થ એક્સપર્ટ અભિમન્યુ સલાહ આપે છે કે, આ પીણાના સેવન સાથે કંઈક ખાવાની જરૂર છે. આ માટે, આપણે આપણા પ્રી વર્કઆઉટ મિલમાં ઓરેન્જ ઓટ્સ મીલ, ડ્રાયફ્રૂટ મિલ્ક મિલ, પોટેટો કર્ડ, પીનટ બ્રેડ બટરનો સમાવેશ કરી શકીએ છીએ. આ બધી વસ્તુઓ પણ સ્વાદિષ્ટ છે અને સાથે જ જિમ પહેલા તમને એનર્જી પણ આપશે.