આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની સ્માર્ટનેસ વધારવા જાતજાતની કિમીયા કરતા હોય છે. સ્વાસ્થ્ય અને સૌંદર્યતા માટે રોજ તમારે વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીઓથી દૂર રહેવા માટે એક્સેસાઇઝ ખૂબ જરૂરી છે. જો કે આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પાસે એક્સેસાઇઝ કરવાનો સમય હોતો નથી. આમ, જો તમારી પાસે પણ એક્સેસાઇઝ કરવાનો સમય નથી તો આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. જો તમે ઘરે આવીને કે સવારમાં એક્સેસાઇઝ કરી શકતા નથી, તો તમે ઘરે આવો અને રિલેક્સ થવા માટે ડાન્સ કરો. તમને જાણીને નવાઇ લાગશે કે ડાન્સ સ્વાસ્થ્ય માટે સૌથી સારી એક્સેસાઇઝ છે.
ડાન્સ એક એવી એક્સેસાઇઝ છે આપણાં જીવનમાં પ્રત્યેક ક્ષણ સાથે જોડાયેલી છે. વ્યક્તિને જ્યારે બરાબર મુડ આવી જાય છે ત્યારે એ નાચવા લાગે છે. કોઇ પણ પ્રકારનું નૃત્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ છે, જેમાંથી તમને ભરપૂર આનંદ મળે છે. નૃત્યથી શરીરના દરેક અંગની એક્સેસાઇઝ થઇ જાય છે. શરીરની 639 માંસપેશિઓ નૃત્ય કરવાથી એક્શનમાં આવી જાય છે. નૃત્ય કરવાથી શરીરના દરેકે દરેકે અંગને શુદ્ધ ઓક્સિજન તેમજ લોહીનું સંચાર થાય છે. આ માટે જો તમે દિવસ દરમિયાન અડધો કલાક કોઇ ડાન્સ કરો છો તો તમારા બોડીને અનેક જાતની એક્સેસાઇઝ મળી રહે છે.
જો તમે રેગ્યુલર ડાન્સ કરો છો તો તમારી શ્વસન ક્રિયાને લગતા તમામ રોગો દૂર થાય છે. આ સાથે જ રુધિર પ્રવાર તેજ થાય છે અને શુદ્ધ ઓક્સિજન શરીરને પૂરતું પાડે છે. આ સાથે જ તમારા હાથ-પગને પૂરતો વ્યાયામ મળી રહે છે. રેગ્યુલર નૃત્ય કરવાથી યુરિક એસિડ, શુગર, કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે. આ સાથે જ તમારી સ્કિન પર ગ્લો આવે છે. જો તમે રેગ્યુલર કોઇ પણ એક સમયે નૃત્ય કરો છો તો તમારા ચહેરા પરના પિંપલ્સ પણ દૂર થાય છે અને તમારો ફેસ એકદમ ક્લિન થઇ જાય છે.