રાજકોટમાં કોરોના કેસની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. છેલ્લા 9 દિવસમાં 32 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 2 જૂનના રોજ કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જ્યારે ગઇકાલે એકસાથે 8 કેસ નોંધાતા 9 દિવસમાં કેસની સંખ્યા આઠ ગણી વધી છે. 9 દિવસમાં નોંધાયેલા 32 કેસમાંથી 50 ટકાથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ વેસ્ટ ઝોનમાં કેસની સંખ્યા વધુ ગઇકાલે શુક્રવારે શહેરમાં કોરોનાના એકસાથે 8 નવા કેસ નોંધાયા હતા. જેમાં એક જ સોસાયટીના બે પોઝિટિવનો સમાવેશ થાય છે. આ કારણે રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32 થઈ છે. જોકે મોટાભાગના હોમ આઈસોલેશનમાં જ છે. બે કેસમાં મનપાની ટીમ હજુ વિગત લઈ રહી છે. જે આઠ કેસ આવ્યા છે તેમાં મેહુલનગરમાં રહેતા 34 વર્ષના યુવાન અને 58 વર્ષના મહિલા સંક્રમિત થયા છે. આ બંને અગાઉ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોવાથી ચેપ લાગ્યાનું નોંધાયું છે. બીજી તરફ ગાંધીગ્રામ વિસ્તારના 45 વર્ષનો યુવાન જે તાજેતરમાં મથુરાથી આવ્યો હતો તેણે ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસ સતત વધી રહ્યા છે તેની વચ્ચે એક દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. રાજકોટમાં કેસમાં જે વધારો આવ્યો છે તેમાં દર વખતની જેમ વેસ્ટઝોનમાં જ પ્રમાણ વધારે રહે છે. શુક્રવારે જે 8 કેસ આવ્યા તેમાંથી 3 કેસ વોર્ડ નં.11 અને 8ના છે. આ સાથે કુલ એક્ટિવ કેસ 32 થયા છે જ્યારે કેસનો કુલ આંક 63742 પર પહોંચ્યો છે. ગઈકાલે નોંધાયેલા 8 કેસમાં શાસ્ત્રીનગરમાં 45 વર્ષીય મહિલા, ગાંધીગ્રામમાં 45 વર્ષીય પ્રૌઢ, રેસકોર્સ પાર્કમાં 23 વર્ષીય યુવાન, મવડીમાં 60 વર્ષીય વૃદ્ધા, ઉદયનગરમાં 22 વર્ષીય યુવાન, મેહુલનગરમાં 34 વર્ષીય યુવાન, મેહુલનગરમાં 58 વર્ષીય વૃદ્ધા અને બાબારીયા કોલોનીમાં 36 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. હાલ જે નવા કેસ આવી રહ્યા છે તેમાં તાવને બદલે શરીરમાં નબળાઈ અને ગળામાં દુખાવાની સમસ્યા વધુ રહે છે આ કારણે જીનોમ સિક્વન્સિંગ માટે કેટલાક સેમ્પલ મોકલવા માટે નિર્ણય કરાયો હતો. એક તરફ શાળાઓના વેકેશન ખુલ્યા છે તેમજ જન્માષ્ટમીનો મેળો યોજવા માટે નક્કી થયું છે તેવામાં ફરી કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્રએ લોકોને તકેદારી રાખવા માટે જણાવ્યું છે. જો કોઈ વ્યક્તિને તાવ આવતો હોય કે નબળાઈ લાગતી હોય અને દવા લેતા પણ સારું થતું ન હોય તો કોરોના ટેસ્ટ કરાવી લેવા. જેથી કેસની સંખ્યા વધતી અટકાવી શકાય.
Trending
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા
- અમેરિકામાં વિમાનો વારંવાર કેમ અથડાય? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય
- હોળી પછી શુક્ર ગ્રહ ઉથલપાથલ મચાવશે, આ રાશિના જાતકોના જીવનમાં સારો બદલાવ જોવા મળશે
- 30 હજારથી ઓછી કિંમતમાં મળશે આ શક્તિશાળી લેપટોપ, ટોચની બ્રાન્ડ્સ આપે છે શાનદાર ઑફર્સ
- આ 5 શાક બનાવતી વખતે જરૂર અજમા નાખો , પેટમાં ગેસ નહીં થાય અને સ્વાદ પણ બમણો થશે!
- એલોન મસ્ક ઝેલેન્સકીની લોકપ્રિયતાને પચાવી શકતા નથી, સર્વે પર ગુસ્સે થયા
- પાકિસ્તાને તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી , લોન પર લોનને કારણે તેની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં
- લોકસભા ચૂંટણીમાં અમેરિકાના હસ્તક્ષેપના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચ્યો , ભારત સરકાર હરકતમાં આવી