શરીરમાં અનેક રીતની બીમારીઓ હોય છે જેમાં કેટલીક બીમારીઓ એવી હોય છે જે માત્ર મહિલાઓને જ થતી હોય છે. જેમાં ગર્ભાશયનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, પિરીયડ્સ પ્રોબ્લેમ્સ..જેવી વગેર સમસ્યાઓ મહિલાઓને થતી હોય છે. આ બીમારીઓને કારણે મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એમાં પણ ખાસ કરીને પિરીયડ્સમાં મહિલાઓના હોર્મોન્સ અસંતુલિત થઇ જાય છે જેના કારણે ક્રેમ્પ્સ, દુખાવો, માંશપેશીઓમાં દુખાવો થવા લાગે છે. અનિયમિત રીતે પિરીયડ્સ કોઇ પણ સમસ્યા ઊભી કરી શકે છે. પિરીયડ્સ રેગ્યુલર ના આવે તો તમારું વજન પણ વધી શકે છે. અનિયમિત પિરીયડ્સ માટે ખાવાપીવાની બાબતમાં અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વિટામીન સીનું સેવન આ સમસ્યા સામે રાહત અપાવવાનું કામ કરે છે.
તમે વિટામીન સીનું સેવન અનિયમિત પિરીયડ્સમાંથી રાહત મેળવવા માટે કરી શકો છો. આ તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. આમાં મળતા પોષક તત્વો શરીરમાં હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ તમારા શરીરમાં એસ્ટ્રોજન નામના હોર્મોનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને સાથે પ્રોજેસ્ટેરોન નામના હોર્મોનના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. આ માટે સ્તરને નિયંત્રિત કરવા માટે વિટામીન સીની આવશ્યકતા વધારે હોય છે.
મોટાભાગે આમ તો ખાટા અને રસીલા ફળોમાં વિટામીન સીની માત્રા વધારે હોય છે. જે તમારા અનિયમિત પિરીયડ્સમાંથી રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે લીંબુ, સંતરા, દ્રાક્ષ ખાઇ શકો છો. આ સાથે જ તમે બીજા ખાટા ફળો પણ ખાઓ છો તો તમારી સાયકલ રેગ્યુલર થાય છે. તમારી પિરીયડ્સની સાયકલને રેગ્યુલર કરવી ખૂબ જરૂરી છે. આ માટે તમે પપૈયુ પણ ખાઇ શકો છો. પપૈયુ મહિલાઓની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ તમે જાંબુ, સ્ટ્રોબેરી, બ્રોકલી પણ તમારા આહારમાં એડ કરી શકો છો.
જાણો અનિયમિત પિરીયડ્સ પાછળના કારણો
- શરીરમાં હોર્મોન્સના સ્તરમાં બદલાવ થવો
- બહુ વધારે સ્ટ્રેસ લેવો
- જરૂરિયાત કરતા વધારે એક્સેસાઇઝ કરવી
- જંકફુડ વધુ પ્રમાણમાં ખાવું