આજના આ સમયમાં અનેક લોકોને નાની ઉંમરમાં જ દાંતની તકલીફો થવા લાગે છે. દાંતની ટ્રિટમેન્ટ કરાવવી બહુ અઘરી પડે છે. દાંતની ટ્રિટમેન્ટમાં તમારે 5 થી 6 સિટિંગ થાય છે જેમાં વ્યક્તિ કંટાળી જતો હોય છે. દાંત ખરાબ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણાં લોકોના દાંત પહેલાંથી જ પીળાશ પડતા હોય છે. આ સાથે જ અનેક લોકોના દાંત સમય કરતા વહેલા સડી જતા હોય છે. આ માટે દાંતની કેર કરવી ખૂબ જરૂરી છે.આજના આ સમયમાં નાના બાળકોના દાંત પણ જલદી ખરાબ થઇ જતા હોય છે. નાની એજમાં એટલે કે 5 વર્ષમાં જ અનેક બાળકોને દાંતની ટ્રિટમેન્ટ કરાવવી પડતી હોય છે. આમ, જો તમે આ ડ્રિંક્સ પીવાનું છોડી દો છો તો તમારા દાંતને લાંબા સમય સુધી નુકસાન થતુ નથી અને કોઇ ટ્રિટમેન્ટ પણ કરાવવી પડતી નથી.
- દાંતની કેર કરવા માટે તમે એસિડિક અને શુગર ડ્રિંક્સ પીવાનું બંધ કરી દો. આ ડ્રિંક્સ દાંતને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આ ટાઇપના ડ્રિંક્સ ઇનેમલને નુકસાન પહોંચાડે છે. ઇનેમલ દાંતનું આઉટર લેયર હોય છે, જે દાંતને હેલ્ધી બનાવી રાખવામાં એક પ્રોટેક્ટિવ કોટિંગના રૂપમાં કામ કરે છે. આમ, જ્યારે તમે વધુ પ્રમાણમાં આ ટાઇપના ડ્રિંક્સનુ સેવન કરો છો તો આ ઇનિમલ ડિસોલ્વ થવાના શરૂ થઇ જાય છે.
- મોટાભાગના હેલ્થ કોન્શિયસ લોકો ડાયટ સોડાને પ્રાથમિકતા આપતા હોય છે જે એમના કેલરી કાઉન્ટને વધવા દેતા નથી. પરંતુ તમને જણાવી દઇએ કે ડાયટ સોડામાં ઝીરો શુગર અને ઓછી કેલરી હોઇ શકે છે. પરંતુ મુળ રૂપે તો એ સોડા જ હોય છે, જે એક એસિડિક પ્રકૃતિ છે જે તમારા ઇનેમલને નુકસાન પહોંચાડી શકે છે.
- કોઇ પણ વ્યક્તિએ વધુ પ્રમાણમાં ફ્રુટ જ્યૂસ પીવા જોઇએ નહિં. જો તમે ફ્રૂટ જ્યૂસ પીવો છો તો પછી તરત ચોખ્ખા પાણીથી કોગળા કરી લો. ફ્રૂટ જ્યૂસ કરતા તમે ફ્રૂટ ખાઓ છો તો તમારા દાંતને નુકસાન થતુ નથી.