વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે ત્રણ દિવસના પ્રવાસ પર વોશિંગટન પહોંચ્યા. બાઇડન પ્રશાસનમાં ભારત તરફથી આ કેબિનેટ સ્તરના મંત્રીની પહેલી યાત્રા છે. જયશંકરે બિલ્કેન સાથે મુલાકાત કહ્યું કે, અમે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. મને લાગે છે કે બંને દેશોના સંબંધ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મજબૂત થયા છે અને હું આશ્વસ્ત છું કે ભવિષ્યમાં પણ આવું થવાનું ચાલુ રહેશે. કઠીન સમયમાં સાથે આપવા માટે પ્રશાસન અને અમેરિકાનો આભાર વ્યક્ત કરું છું.
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં અમેરિકા ના પ્રવાસ પર છે. શુક્રવારે તેઓએ પોતાના અમેરિકન સમકક્ષ એન્ટની બિલ્કેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ અલગ-અલગ મુદ્દાઓ પર વાતચીત કરી. દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાઓના બ્યૂરોએ ભારતને કોવિડ-19 વેક્સીન બનાવવા માટે જરૂરી કાચા માલની આપૂર્તિના નિર્દેશ આપ્યા છે, જેનાથી એસ્ટ્રાજેનેકા વેક્સીનના બે કરોડ વધારાના ડોઝ બનાવી શકાશે.
અમેરિકાના દક્ષિણ તથા મધ્ય એશિયા મામલાના બ્યૂરોના કાર્યવાહક સહાયક સચિવ ડીન થોમ્પસને કહ્યું કે, અમેરિકાની સરકાર, રાજ્ય સરકારો, અમેરિકાની કંપનીઓએ કુલ મળીને ભારતને COVID-19 રાહત આપૂર્તિમાં 50 કરોડ અમેરિકન ડૉલરથી વધુનું પ્રદાન કર્યું છે.
એસ. જયશંકરે કોવિડ-19નો સામનો કરવા માટે મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા માટે બાઇડન પ્રશાસન નો આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે બિલ્કેને કહ્યું કે ભારત અને અમેરિકા કોરોનાની વિરુદ્ધની લડાઈમાં એક સાથે છે. સાથોસાથ તેઓએ કહ્યું કે બંને દેશ આ મહામારીથી મુક્તિ મેળવવા માટે અનેક મહત્ત્વપૂણ પડકારો પર મળીને કામ કરી રહ્યા છે.