સુરત જિલ્લામાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું હોય તેમ કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. છેલ્લા કેટલાય દિવસોથી કોવિડ પોઝિટિવ કેસ નોધાઈ રહ્યાં છે. નવા કેસ નોંધાતા લોકોમાં ભય ઉભો થયો છે . આજરોજ ફરી 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી સતત પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છતાં તંત્ર દ્વારા માસ્ક પહેરવા કે સોસિયલ ડિસ્ટન્સ જાળવવા ફરજ પાડે એ જરૂરી બન્યું છે. બુધવારના રોજ 4 પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગુરુવારના રોજ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં સૌથી વધુ કેસ બારડોલીમાં 3 નોંધાયા હતાં. જેમાં એક જ ગામના બે દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતાં. અત્યાર સુધીમાં કુલ 42850 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે આજરોજ 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 42273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલ જિલ્લામાં 18 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાગ્રસ્ત તમામ 18 દર્દીઓને હોમઆઈસોલેશન કર્યાં હાવોનું જાણવા મળેલ છે.
Trending
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ