ભાવનગર શહેરના શહેર અને ગ્રામ્ય કક્ષાએ 24 કલાકમાં 25 પોઝિટિવ દર્દી શહેરમાં 24 અને ગ્રામ્ય કક્ષાએ 1 કેસ, ગ્રામ્યમાં 14 દર્દી કોરોનામુક્ત ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એક દિવસમાં કોરોના પોઝિટિવના કુલ 25 નવા કેસ મળ્યા હતા. જેમાં 24 કેસ ભાવનગર શહેરમાં અને એક કેસ ગ્રામ્ય કક્ષાએ નોંધાયો હતો. આજે ગ્રામ્ય કક્ષાએ 14 દર્દો કોરોનામુક્ત થયા હતા. હવે શહેરમાં 153 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 74 મળીને કુલ 227 દર્દી કોરોનાની સારવારમાં છે. ભાવનગર શહેરમાં આજે જે દર્દી નોંધાયા તેમાં નર્સિંગ હોસ્ટેલ અકવાડામાં 20 વર્ષીય યુવતી, સુભાક્ષનગરમાં 53 વર્ષીય મહિલા, ઇન્ટર્ન હોસ્ટેલમાં 26 વર્ષીય યુવક, અવધનગરમાં 48 વર્ષીય મહિલા, અમરદીપ સોસાયટીમાં 67 વર્ષીય વૃદ્ધા, દીપક ચોકમાં 42 વર્ષીય મહિલા, આનંદગારમાં 61 વર્ષીય વૃદ્ધ, આનંદનગર એમઆઇજી-2માં 40 વર્ષીય મહિલા, ખેડૂતવાસમાં 19 વર્ષીય યુવતી, આદર્શનગરમાં 19 વર્ષીય યુવતી, જીએમડીસી પાછળ 45 વર્ષીય પુરૂષ, જલારામ સોસાયટીમાં 41 વર્ષીય પુરૃષ, હરિઓમનગરમાં 46 વર્ષીય પુરૂષ, ભરતનગરમાં 27 વર્ષીય યુવતી, કામિનીયાનગરમાં 26 વર્ષીય યુવક, સિદસર રોડ પર 70 વર્ષીય વૃદ્ધ, તિલકનયર ડાયમંડ ચોક વિસ્તારમાં 64 વર્ષીય વૃદ્ધા, કાળિયાબીડમાં 85 વર્ષીય વૃદ્ધા, રબ્બર ફેકટરી વિસ્તારમાં 53 વર્ષીય પુરૂષ, રામતીર્થ સોસાયટીમાં 56 વર્ષીય પુરૂષ, વૃંદાવન સોસાયટીમાં 32 વર્ષીય પુરૂષ, ચિત્રા બેન્ક કોલોનીમાં 62 વર્ષીય વૃદ્ધ, શિવાજી પાર્કમાં 47 વર્ષીય પુરુષ તથા વડવા નવી ગરાસીયા વાડમાં 26 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. આજે પાલિતાણાના ભરટીંબા ગામ ખાતે 24 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. આ ઉપરાંત આજે જે દર્દી કોરોનામુક્ત થયા તેમાં લાખણકામાં 2, ભડભડીયામાં 2, ગુંદીમાં 1, નવા રતનપરમાં 1, કુડામાં 1, કોળિયાકમાં 2,ઘોઘામાં 3 અને વરતેજમાં 1 દર્દીનો સમાવેશ થાય છે.
Trending
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ