અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના નવા છ કેસ નોંધાવા પામ્યા છે.ગુરૂવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યું નથી. ગુરૂવારે વધુ 24 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.શહેરમાં બુધવારે કોરોનાના નવ કેસ નોંધાવા પામ્યા હતા.કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં જનજીવન રાબેતા મુજબની સ્થિતિમાં આવતુ જોવા મળી રહ્યું છે.
શહેરમાં ગુરુવારે મ્યુનિ.તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવેલા રસીકરણકેન્દ્રો ઉપરથી ૨૬૮૫૪ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.રસી લેનારાઓમાં ૧૪૧૨૫ પુરુષ અને ૧૨૭૨૯ મહિલાઓનો સમાવેશ થતો હતો.૧૮થી ૪૪ વયના ૭૦૮૨ પુરુષ અને ૫૭૦૧ મહિલાઓ મળી કુલ ૧૨૭૮૩ લોકોને જયારે ૪૫થી વધુની વય ધરાવતા ૯૫૦૭ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.
કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે રાહતના સમાચાર છે. ભારતમાં સતત ત્રણ દિવસ સુધી કેસનો આંકડો વધ્યા બાદ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,949 નવા કેસ નોંધાયા છે. નવા કોરોના કેસ પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,10,26,829 થઈ ગઈ છે. આ દરમિયાન, 542 નવા મોત પછી કુલ મૃત્યુની સંખ્યા 4,12,531 પર પહોંચી ગઈ છે. 24,026 દર્દીઓને 24 કલાકમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, ત્યારબાદ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,01,83,876 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 4,12,531 છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 38,78,078 વેક્સિન આપવામાં આવી છે. જે પછી રસીકરણની કુલ સંખ્યા વધીને 39,53,43,767 થઈ ગઈ છે.
ટેસ્ટિંગની કેપેસિટી પણ વધારવામાં આવી છે જેના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 44 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સાપ્તાહિક પોઝિટિવ રેટ 5 ટકાથી ઓછો રહ્યો છે. જે હાલ 2.14 ટકા છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 1.99 ટકા રહ્યો જે છેલ્લા 25 દિવસોમાં સતત 3 ટકાથી ઓછો રહ્યો છે. આ સાથે જ રિકવરી રેટ વધીને 97.28 ટકા થયો છે.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિશે મોટા પ્રમાણમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન, ડેલ્ટા વેરિએન્ટ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે, કોરોનાના રૂપમાં સતત ફેરફારો થઇ રહ્યા છે. આનાથી ભારત માટે ત્રીજી લહેરનું જોખમ વધી ગયું છે, એક વિદેશી બ્રોકરેજ ફર્મએ પોતાના રિપોર્ટમાં આ ચિંતા વ્યક્ત કરી છે.
પીટીઆઈના રિપોર્ટ મુજબ યુબીએસ સિક્યોરિટીઝ ઇન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ તન્વી ગુપ્તા જૈનનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ જોવા મળી રહ્યું છે. આર્થિક પ્રવૃત્તિમાં સતત વધારો થયો છે. જ્યારે, ઘણા રાજ્યોમાં પણ, કોરોના સંબંધિત છૂટછાટ આપવામાં આવી રહી છે. તેનાથી પણ ક્યાંકને ક્યાક જોખમ વધી ગયું છે.
યુબીએસના રિપોર્ટ મુજબ પાછલા દિવસોમાં રસીકરણની ગતિ પણ ઓછી થઈ છે. જ્યાં અગાઉ દરરોજ 4 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જ્યારે, હવે આ આંકડો દરરોજ ડોઝ દીઠ 3.4 લાખ પર આવી ગયો છે. કોરોના કુલ કેસમાંથી 45 ટકા ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268