રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ રવિવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં છેલ્લે 14 જૂને શૂન્ય કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 9 લોકો કોરોના મુક્ત થતા હાલ 57 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં હાલ સૌથી વધારે કેસ અમદાવાદમાંથી આવી રહ્યા છે અને શનિવારે ત્યાંથી જ આવેલા એક 45 વર્ષીય યુવાન કે જે મોચીનગરમાં રહે છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સંભવત: અમદાવાદથી આવેલા હોય તેવા જૂજ કેસ અત્યાર સુધીમાં આવ્યા છે અને આ કેસ કેટલા ચેપી છે અને વેરિયન્ટ અલગ છે કે પછી એ જ રહ્યો છે તેને લઈને આરોગ્ય તંત્રમાં તપાસ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં જે પણ કેસ આવ્યા તેમાંથી અમુક કેસના સેમ્પલ વાયરોલોજી સ્ટડી માટે મોકલી વેરિયન્ટ જાણવા પ્રયત્ન કરાયો છે જોકે હજુ સુધી તેમાંથી એકપણના પરિણામ આવ્યા નથી. શહેરમાં હાલ મોચીનગરમાં 45 વર્ષીય પુરુષ, એસ્ટ્રોન સોસાયટીમાં 74 વર્ષીય વૃદ્ધ, માધાપર ચોકડી પાસે 45 વર્ષીય મહિલા અને 55 વર્ષીય પુરુષ, રૈયા રોડના આલાપ ગ્રીન સિટીમાં 49 વર્ષીય મહિલા, વૈશાલી નગરમાં 63 વર્ષીય વૃદ્ધા અને પૂજારા ટેલિકોમ પાસે રહેતા 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેઓ હોમ આઇસોલેટ થયા છે બીજી તરફ શનિવારે એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું નોંધાયું છે તેથી તેમના પરિવાર કે સ્નેહીજનોમાંથી ચેપ લાગ્યો છે. આ સિવાય માધાપર ચોકડી પાસેથી બે કેસ મળ્યા છે. રાજકોટ શહેરમાં હજુ પણ કેસની સંખ્યા એક દિવસ વધુ તો એક દિવસ ઓછી એ રીતે આવી રહી છે તેથી ખરેખર ચોથી લહેર છે કે પછી કોઇ ચોક્કસ સ્થળે જ ચેપ વકરે છે તે હજુ પુરવાર થઈ શક્યું નથી.
Trending
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- ડોનાલ્ડ ટ્રમ્પ કયા બાઇબલમાંથી શપથ લેશે? તેમની માતા સાથે પણ ખાસ છે સંબંધ
- ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો ચીફ જસ્ટિસ સાથે ઝપાઝપી, તેમને ‘બહુ બોલકા જજ’ પણ કહ્યા