Food News: હોળી પર મીઠાઈથી લઈને નમકીન સુધી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. હોળી પર રજા હોવાથી ઘરે મહેમાનો આવે છે, આવા સમયે મહેમાનોને શું ખવડાવવું તેને લઈને ગૃહીણીઓ મૂંઝવણમાં રહે છે. ત્યારે આજે અમે આપને એક એવી વાનગી વિશે જણાવીશું, જેને તમે હોળી પર તૈયાર કરી શકો છો. જેને ખાઈને તેઓ ખુશ થઈ જશે, આ રેસિપીનો સ્વાદ તેમને ખૂબ જ પસંદ આવશે. અમે જે રેસિપીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે શેઝવાન પનીર ફ્રાઈડ રાઈસ. તો ફટાફટ નોંધી લો શેઝવાન પનીર ફ્રાઈડ રાઈસની રેસિપી…
સામગ્રી
- -2 ચમચી તેલ
- -200 ગ્રામ પનીર
- -1 ચમચી બારીક સમારેલુ આદુ
- -2 ચમચી બારીક સમારેલું લસણ
- -1 કપ સમારેલા શાકભાજી (ગાજર, કઠોળ, કેપ્સીકમ અને કોબી)
- -¼ કપ સમારેલી લીલી ડુંગળીના પાન
- -2-3 સૂકા લાલ મરચાં
- -2 ચમચી શેઝવાન સોસ
- -1 ચમચી હોટ સોસ
- -1 ચમચી સફેદ વિનેગર
- -1 ચમચી ડાર્ક સોયા સોસ
- -1 ચમચી ટોમેટો કેચપ
- ½ ચમચી મીઠું
- -3 કપ રાંધેલા અને ઠંડા કરેલા સફેદ ચોખા
બનાવવાની રીત
- શેઝવાન પનીર ફ્રાઈડ રાઈસ બનાવવા માટે પહેલા પનીરને ફ્રાય કરી લો. આ માટે મીડિયમ ફ્લમ પર એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરો. હવે કડાઈમાં
- પનીરને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. પનીર તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢીને અલગ પર રાખી દો.
- હવે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે કડાઈને હાઈ ફ્લેમ પર ગરમ કરો. આ પછી કડાઈમાં આદુ અને લસણ નાખીને 10-12 સેકન્ડ માટે ફ્રાય કરો, પછી શાકભાજી નાખીને લગભગ એક મિનિટ સુધી વધુ ફ્રાય કરો.
- આ પછી કડાઈમાં લીલી ડુંગળીના પાન નાખીને 4-5 સેકન્ડ માટે પકાવો. હવે તેમાં સૂકું લાલ મરચું, શેઝવાન સોસ, હોટ સોસ, સફેદ વિનેગર, ડાર્ક સોયા
- સોસ, ટોમેટો કેચઅપ, મીઠું નાખીને એક મિનિટ સુધી પકાવો.
- આ પછી તેમાં ચોખા અને તળેલા પનીરને નાખીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. ચોખાને એક મિનિટ સુધી પકાવો.
- હવે ચોખાને લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો.