Latest Food Trends
Paratha Recipe: પરોઠા એક એવી ફૂડ ડીશ છે જેને બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં ગમે ત્યારે ખાઈ શકાય છે. પરોઠા ઘણી રીતે તૈયાર કરી શકાય છે. આજે અમે તમને દહીં પનીર પરોઠા બનાવવાની સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. પનીરનો ઉપયોગ શાક બનાવવા અને ઘણી વાનગીઓનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તો બીજી તરફ પનીરમાંથી બનાવેલા પરોઠા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનો સ્વાદ દરેકને પસંદ આવે છે. પંજાબી ફૂડમાં દહીં પનીર પરોઠા એક અલગ જ સ્થાન ધરાવે છે. તમે પણ જો પરોઠા ખાવાના શોખીન છો તો દહીં પનીર પરોઠાની રેસિપીને ટ્રાય કરી શકો છો. તે પ્રોટીનથી ભરપૂર છે જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
સામગ્રી
- 100 ગ્રામ પનીર
- એક કપ દહીં
- એક ચમચી વાટેલું લાલ મરચું
- એક ચમચી પીસેલા કાળા મરી
- બારીક સમારેલી કોથમીર
- ઘઉંનો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- એકથી બે ચમચી તેલ
- અજવાઈન
- જીરું પાવડર
- બારીક સમારેલી કોબી
- બારીક સમારેલી ડુંગળી
- બારીક સમારેલ કેપ્સીકમ
દહીં પનીર પરાઠા બનાવવાની રીત
- સૌથી પહેલા કોઈ એક મોટા વાસણમાં લોટ લો, તેમાં મીઠું, તેલ અને અજવાઈન નાખીને મિક્સ કરો અને નરમ લોટ બાંધીને ઢાંકી દો.
- હવે એક બાઉલમાં દહીં લો. દહીંને કોઈ કપડામાં બાંધીને લટકાવી દો. જેથી બધુ પાણી નીકળી જાય.
- હવે આ દહીંનો ઉપયોગ કરો. દહીંની સાથે બાઉલમાં પનીરને મેશ કરી લો.
- સાથે બારીક સમારેલી કોબીચ, કેપ્સીકમ અને ડુંગળી પણ ઉમેરો.
- બારીક સમારેલી કોથમીર પણ મિક્સ કરી લો.
- આ મિશ્રણમાં મસાલો ઉમેરો. મસાલામાં વાટેલું લાલ મરચું, કાળા મરી પાવડર, જીરું પાવડર અને મીઠું ઉમેરો.
- જો તમે ઈચ્છો તો સ્વાદ પ્રમાણે મસાલો વધારી શકો છો.
- હવે આ બધી વસ્તુઓને મિક્સ કરી લો.
- ગૂંથેલા લોટમાંથી થોડો લઈને તેને રોલ કરી લો.
- રોલિંગ કર્યા પછી આ તૈયાર રોટલી પર મિશ્રણને મૂકો અને હાથની મદદથી ત્રિકોણાકાર આપી દો.
- હવે કિનારીઓ પર પાણી લગાવો અને સાઈડની ત્રણ બાજુથી ફોલ્ડ કરીને મિશ્રણની ઉપર ચોંટાડી દો.
- ધ્યાન રાખો કે સ્ટફિંગ પછી તેને રોલ કરશો નહીં તો સ્ટફિંગ બહાર આવી જશે.
- હવે ગરમ તવા પર હળવા હાથે મૂકો અને એક બાજુથી સોનેરી થાય ત્યાં સુધી સેંકી લો. જેથી તે ખુલ્લીને ફાટી ન જાય.
- એ જ રીતે બીજી બાજુ પણ સેંકી લો. બસ તૈયાર છે ટેસ્ટી દહીં પનીર પરાઠા. તેને ગરમા-ગરમ લીલી ચટણીની સાથે સર્વ કરો