Randhan Chhath Special Recipe : બહાર જવાનું હોય કે ઘરમાં કોઈ તહેવાર આવતો હોય થેપલા તો ઘણા ઘરમાં ભૂલાય જ નહીં. ગુજરાતી લોકો નાસ્તામાં થેપલા ખાવાનું પસંદ કરે છે. ખરેખર, આ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે તેમાય જન્માષ્ટમી જેવો તહેવાર આવે ત્યારે રાંઘણ છઠ્ઠના દિવસે ઘણા ઘરોમાં મેથીના થેપલા બનતા હોય છે. કારણ કે શીતળા સાતમના દિવસે ઠંડું ખાવાનો રિવાજ છે. તો થેપલા તો દહીં સાથે ખાવાની મજા જ આવે. વળી વાસી પણ ન લાગે અને ખૂબ જ સ્વાદિષ્ટ, ખાવામાં હેલ્ધી અને બનાવવામાં ખૂબ જ આસાન છે. તો આ મેથીના થેપલા આજે ઘરે બનાવવાની રેસીપી આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
મેથીના થેપલા બનાવવાની સામગ્રી
- ઘઉંનો લોટ,
- સમારેલી મેથી,
- સમારેલી કોથમરી,
- ચણાનો લોટ,
- સમારેલા લીલા મરચા,
- સમારેલું લસણ,
- ખમણેલું આદુ,
- સફેદ તલ,
- અજમો,
- દહીં,
- લાલ મરચું પાવડર,
- મીઠું,
- તેલ
મેથી થેપલા બનાવવાની રીત
- સૌ પ્રથમ બજારમાંથી લાવેલી મેથીને સારી રીતે ધોઈ, બારીક સમારી લો.
- મોટી કાથરોટમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ લો પછી તેમા સમારેલી મેથી, લીલા મરચા, લસણ, આદુ, સફેદ તલ, અજમો, દહીં, લાલ મરચું પાવડર, મીઠું, થોડું તેલ ઉમેરો. પછી આ બધુ બરાબર મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણમાં થોડુ પાણી ઉમેરીને લોટ બાંધો. પછી તેને 5 મિનિટ ઢાકી દો, જેથી લોટ સરસ નરમ થઈ જાય, પછી તેના લૂઆ બનાવી લો.
- હવે એક પાટલી અને વેલણની મદદથી લૂઆમાંથી થેપલા વણી લો.
- પછી તવાને ગરમ કરી તેની પર થેપલા મૂકી તેલ લગાવીને શેકી લો. તૈયાર છે મેથીના ટેસ્ટી થેપલા તમે દહીં,ચટણી કે અથાણા સાથે સર્વ કરી શકો છો
આ પણ વાંચો – Food News : ઘરે આ સરળ રીતે બનાવો પપૈયાનો હલવો, અહીં છે તેની રેસીપી