સામગ્રી
- અડધો પિઝા બેઝ
- 2 ચમચી પિઝા સોસ
- 2 ચમચી ટોમેટો કેચપ
- 1/2 બારીક સમારેલ કેપ્સીકમ
- 1/2 બારીક સમારેલી ડુંગળી
- 50 ગ્રામ ચીઝ ક્યુબ્સ
- સ્વાદ મુજબ મીઠું
- 2 કુલ્હડ
- 2 ચમચી મકાઈ
- ચીલી ફ્લેક્સ
- ઓરેગાનો
બનાવવાની રીત
- ઓવન વગર કુલ્હડ પિઝા બનાવવા માટે સૌથી પહેલા ચીઝને ક્યુબ્સમાં કાપી લો. પિઝા બેઝના પણ નાના ચોરસ ટુકડા કરી લો. સાથે જ ડુંગળી અને કેપ્સિકમને પણ બારીક સમારી લો.
- આ પછી ગેસ પર એક કડાઈ મૂકો અને પછી 2-3 ચમચી તેલ નાખીને તેને ગરમ કરો, તેમાં પિઝા બેઝના નાના-નાના ટુકડા નાખીને ફ્રાય કરો.
- જ્યારે તે બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં ચીઝ, મકાઈ, બારીક સમારેલી ડુંગળી અને કેપ્સિકમ નાખીને ફ્રાય કરો. 2 મિનિટ પછી તેમાં મીઠું, પીઝા સોસ, કેચઅપ નાખીને મિક્સ કરો. હવે 3-4 મિનીટ ઢાંકી દો, જેથી વરાળને લીધે તે થોડુંક રંધાઈ જાય. તમારું કુલ્હડ પિઝાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.
- હવે આ મિશ્રણને કુલ્હડરમાં ભરો, ઉપરથી ચીઝ છીણીને નાખો. પછી તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો. તૈયાર છે કુલ્હડ પિઝા.