Fashion News: ભારતમાં નાકમાં નથણી પહેરવાની પરંપરા ખુબ જ જૂની છે.પહેલા માન્યતાઓના લીધે નોઝ રિંગ પહેરાતી હતી.પરંતુ આધુનિક યુગમાં નોઝ રિંગે ફેશનનું સ્વરૂપ લઈ લીધું છે. એવી માન્યતા છે કે નોઝ રિંગ મધ્ય પૂર્વમં ઉપદ્રવ્યો પહેરતા હતા.જે 16મી સદીમાં મુગલોના રાજમાં ભારતમાં આવ્યા હતા.આ સિવાય પ્રાચીન આયુર્વેદિકમાં પણ સુશ્રુતા સંહિતામાં નાકમાં રિંગ પહેરવાના લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી ભારતીય સંસ્કૃતિમાં નથણીની પરંપરા છે. આ રિવાજ માત્ર હિંદુ સ્ત્રીઓમાં જ નહીં પણ અન્ય ધર્મોની મહિલાઓમાં પણ જોવા મળે છે.
પરણિત અને કુંવારી બંને પહેરી શકે છે નથણી
નથણી માટે મંગલ સુત્રની જેમ કોઈ ખાસ કડક નિયમો નથી.નોઝ રિંગ કુંવારી અને પરણિત સ્ત્રીઓ પહેરી શકે છે.નોઝ રિંગ પહેરવાના કેટલા ફાયદા હોય છે.પરંતુ આધુનિક યુગમાં નોઝ રિંગ ફેશન બની ગઈ છે.જેથી સુંદર દેખાવવા દરેક સ્ત્રીઓ નથણી પહેરતી હોય છે.
નોઝ રિંગના ધાર્મિક મહત્વ
નાકમાં રિંગ પહેરવાને ભારતમાં લગ્નનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મહિલાના પતિના મૃત્યુ સમયે નાકની રિંગ ઉતારી લેવામાં આવે છે.આ ઉંપરાત 16 વર્ષની ઉંમર સુધીમાં છોકરીને નાક વિંધાવી લેવાની માન્યતા છે. જે પરંપરાગત રીતે લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર ગણાય છે. રિંગ પહેરી લગ્નની દેવી પાર્વતીને આદર અને સન્માન આપવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે.
આયુર્વેદમાં નોઝ રિંગનું મહત્વ
સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહિલના ડાબા નાકના ભાગમાં આવેલ ચેતા પ્રજનન અંગો સાથે સંકળાયેલા હોય છે.જેથી મહિલાના નાકના ડાબા ભાગમાં રિંગ પહેરવામાં આવે છે.નાક વિંધવાથી બાળકનું સરળતાથી જન્મ થાય તેમાં મદદ મળતી હોવાની માન્યતા છે.આયુર્વેદ અનુસાર નાક વિંધિ રિંગ પહેરવાથી સ્ત્રીઓને માસિક સમયગાળામાં પીડા ઓછી થાય છે.જેથી મહિલાઓ નોઝ રિંગ પહેરે છે.