વેડિંગ ડે એક બ્રાઇડ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. એ દિવસે બ્રાઇડ સૌથી વધુ સુંદર દેખાવા ઇચ્છતી હોય છે, તેથી બધું જ પર્ફેક્ટ હોય એવો આગ્રહ તેઓ રાખે છે. ઍડ્વાન્સમાં જ તેઓ તેમનો લુક વિચારીને રાખે છે અને એ મુજબ આઇટફિટથી લઈને જ્વેલરી પર્ચેઝ કરવાની મથામણ શરૂ કરી દે છે. દર વર્ષે બ્રાઇડ્સની કોઈને કોઈ નવી ડિમાન્ડ રહેતી હોય છે, પરિણામે નવા-નવા બ્રાઇડલ ફૅશન ટ્રેન્ડ જોવા છે.
આ વખતના બ્રાઇડલ ફૅશન ટ્રેન્ડમાં દુલ્હનોએ ઘણા એક્સપરિમેન્ટ કર્યા હોવાનું જણાવી ફૅશન-ડિઝાઇનર સંધ્યા શાહ કહે છે, ‘આજકાલ બ્રાઇડ્સને તેમના આઉટફિટ વધુપડતા ફ્લૅશી એટલે વધુપડતા ચમકીલા નથી જોઈતા હોતા. આઉટફિટને બદલે તેમની હેવી જ્વેલરી વધુ હાઇલાઇટ થાય એવું તેઓ ઇચ્છે છે.’
બીજું એ કે જરદોસી વર્કની બહુ ડિમાન્ડ હતી, પણ હવે બ્રાઇડ્સને ફક્ત જરદોસી વર્ક નથી જોઈતું. તેમને ૩૦ ટકા રેશમ વર્ક, ૫૦ ટકા જરી વર્ક, ૨૦ ટકા ટિક્કી વર્ક ને એ બધું જોઈએ છે. રેશમ વર્કમાં પણ માની લો રેડ હોય તો ફક્ત એક કલર નહીં; રેડના બધા જ શેડ્સ જોઈએ અથવા ફૅમિલી કલર્સ જેમ કે મરૂન, બર્ગન્ડી, સ્કારલેટ, રસ્ટ, રોઝ રેડ, ક્રિમસન, પેસ્ટલ રેડ. ટિક્કી વર્કમાં પણ ખાસ ઝીણી ગોલ્ડન કલરની ટિક્કીનું વર્ક તેમને જોઈએ.
એ સવાય બ્રાઇડ્સ વધુમાં વધુ ઘેરવાળા ઘાઘરાની ડિમાન્ડ કરે છે. આજથી બે-ત્રણ વર્ષ પહેલાં સાડા ત્રણ મીટર ઘેર બનતા. ગયા વર્ષ સુધી સાડાચાર-પાંચ મીટરના ઘેર હતા. આ વખતે તો છ-સાત મીટર સુધીનો ઘેર બ્રાઇડ્સને જોઈએ છે. ફોટોગ્રાફ્સમાં ફોટો સારા આવે એટલા માટે તેઓ ઘેરનો આગ્રહ રાખે છે. તેમનું માનવું હોય છે કે ઘાઘરમાં ઘેર હોય તો જ એનો ગ્રેસ આવે.
આજકાલ બ્રાઇડ્સ સટલ વર્ક વધુ પસંદ કરે છે. એટલે કે જે વર્ક હોય એ ઊપસેલું ન હોય, બેસેલું હોય. આનો અર્થ એવો જરાય નથી કે જે વર્ક હોય એ સિમ્પલ હોય. આખો ઘાઘરો ભરેલો હોય, તમને નીચેનું થોડું પણ કપડું ન દેખાય. બ્રાઇડલ આઉટફિટમાં આ વખતના ટ્રેન્ડિંગ કલરની વાત કરીએ તો એ ઑફ-વાઇટ અને પિન્કિશ રેડ છે.
સંગીત સંધ્યાની વાત કરીએ તો હવે બ્રાઇડ્સ એમાં ટિપિકલ ઘાઘરા-ચોલીને બદલે પ્રી-સ્ટિચ્ડ સાડી પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને રફલ, લેયર, ડ્રેપ સાડી. એનો જે પલ્લુ હોય એ તેઓ તેમની રીતે ડિફરન્ટ સ્ટાઇલથી સેટ કરે છે. જો ઘાઘરા-ચોલી ચૂઝ કર્યાં હોય તો પણ એની સાથેનો દુપટ્ટો રફલ જ પસંદ કરે છે. બીજું એ કે બ્રાઇડ્સ સંગીત સંધ્યાના આઉટફિટમાં ઊપસેલું વર્ક પસંદ કરે છે.
વર્કમાં પણ બીડ વર્ક, કરદાના વર્ક, રેશમ વર્ક પસંદ કરે છે. આ વખતે મિરર વર્કની ખૂબ ડિમાન્ડ છે, એમાં પણ જે કલરનું કપડું હોય એ જ કલરના ધાગાથી મિરર ટાંકેલા હોવા જોઈએ. કલર્સની વાત કરીએ તો ડાર્ક અને પેસ્ટલ બંને કલર પસંદ કરવામાં આવી રહ્યા છે. ડાર્ક કલરમાં વાઇન કલર, માર્સાલા; જ્યારે પેસ્ટલ કલર્સમાં પીચ, રોઝ પિન્ક અને ગ્રે કલર ડિમાન્ડમાં છે.’
બ્લાઉઝમાં પણ છે ખાસ પૅટર્ન
આ બ્લાઉઝમાં જે નેક હોય એ પેટલ શેપ હોય અને જે બૅક હોય એ બે ટાઇપના હોય છે, એક તો કમ્પ્લીટ ઓપન બૅક વિથ નૉટ અને બીજો બૅક વિથ ડીપ વી શેપ. વર્કની વાત કરીએ તો એમાં આરી વર્કની ખૂબ ડિમાન્ડ છે. કલરની વાત કરીએ તો મરૂન અને બૉટલ ગ્રીન કલર ટ્રેન્ડમાં છે. બીજું એ કે બ્રાઇડ્સ અલગથી હેવી વર્કવાળા દુપટ્ટાની ડિમાન્ડ કરે છે. લેહંગા સાથે આવે એ દુપટ્ટો તેઓ ખભા પર રાખે અને હેવી દુપટ્ટો માથા પર ઓઢવા માટે અલગથી તૈયાર કરાવે છે. આ દુપટ્ટો લેહંગાના કલર સાથે મૅચ થાય એવો હોય છે. અમે તેમને અલગથી રેડી કરીને આપીએ છીએ.’