મહિલાઓ ચહેરાની સાથે-સાથે હાથ અને પગની સુંદરતાનું પણ ધ્યાન રાખતી હોય છે. હાથની ખૂબસુરતી માટે અનેક લોકો નેલ એક્સટેન્શન કરાવતા હોય છે. નેલ એક્સટેન્શનથી તમારા નખને અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થાય છે. આમ, વાત કરવામાં આવે તો હાલમાં નેલ એક્સેટેન્શનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો જાતજાતની ડિઝાઇન્સના નેલ એક્સેટેન્શનનો ઉપયોગ કરતા હોય છે. આમ તમને પણ નેલ એક્સેટેન્શનનો શોખ છે તો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે વાંચી લો. તમે આટલું વાંચી લેશો ક્યારેય નેલ એક્સટેન્શન કરાવશો નહીં. તો જાણો તમે પણ આ વિશે..
નેલ એક્સેટેન્શન કરાવવાથી થાય છે આ સાઇડ ઇફેક્ટ્સ
નખની સુંદરતા વધારવા માટે તમે નેલ એક્સટેન્શન કરાવો છો તો તમને જણાવી દઇએ કે આનાથી તમારા નખની સ્કિન અનેક રીતે ડેમેજ થાય છે. આમાં તમારા ઓરિજનલ નેલની ઉપર એક્રેલિક નેલ લગાવવામાં આવે છે જેના કારણે તમારા નખ બરછટ થઇ શકે છે.
નેલ એક્સટેન્શન માટે અસલી નેલ્સને ઘસીને પાતળા કરવામાં આવે છે જેના કારણે નેચરલ નખની ચમક જતી રહે છે. આ કારણે તમારા નખ અંદર અને બહારથી ખરાબ થઇ જાય છે.
નખની સ્કિનને ખરાબ કરાવાનું કામ કરે છે. તમે વારંવાર કરાવો છો તો સ્કિનને લગતી કોઇ તકલીફ પણ થઇ શકે છે. આ માટે તમારો આ શોખ તમારે બદલવાની જરૂર છે.
નેલ એક્સટેન્શન કરાવવાને કારણે તમને ઘરના રૂટિન કામમાં અનેક ઘણી તકલીફો પડે છે. આ સાથે તમારી જોબ છે અને ટાઇપિંગ સતત કરવાનું હોય છે તો તમને અનેક તકલીફો પડી શકે છે. આ માટે બને ત્યાં સુધી નેલ એક્સેટેન્શન કરાવવાની આદત છોડી દો.
નેલ એક્સટેન્શન એક મોંઘી ટ્રિટમેન્ટ છે. આમ, મોંઘુ હોવા છતા તમારી નખની ચામડીને અંદરથી ડેમેજ કરે છે. આ માટે પૈસા ખર્ચીને આવું નુકસાન ક્યારેય કોઇએ ભોગવવુ જોઇએ નહીં.
નેલ એક્સટેન્શન કરાવવાથી ઘણી વાર તમારા નખ એટલા ખરાબ થઇ જાય છે કે તમારે આ માટે કોઇ સ્કિન સ્પેશિયાલિસ્ટની જરૂર પડતી હોય છે. આ માટે બને ત્યાં સુધી નેલ એક્સટેન્શન કરાવશો નહીં. તમારા નેચરલ નખ તમારી સુંદરતામાં હંમેશા ચાર ચાંદ લગાવે છે.