નડિયાદના પીપળાતાના ખેડૂતે 6થી 14 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી, ઉત્પાદનમાં 20થી 30 ટકાનો વધારો મેળવ્યો પ્રાકૃતિક ખેતીની પ્રેરણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પુસ્તકના કારણે મળી: ખેડૂત છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે પરિણામ સારું મળ્યું હોવાનું જણાવ્યું દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે દિશામાં રાજ્યપાલે રાજ્યમાં પહેલ કરી છે. તેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપળાતા ગામના ખેડૂત અરુણ શાહ વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ પ્રાકૃતિક ખેતીમાં તેઓને માર્ગદર્શન રાઈસ રિસર્ચ સેન્ટર ખેડા દ્વારા મળ્યું હતું. આજે અરુણ શાહ પોતાના અડધા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેનું તેમને ખુબ સારું પરિણામ મળ્યું છે. યુરિયા વાળી ખેતીથી જમીન બિનઉપજાઉ બને છે પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા અરુણભાઈ કહે છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા ધાન, અનાજ, કઠોળમાં વધુ પોશક તત્વો હોય છે. પ્રાકૃતિક ખેતી તે ઉત્તમ પ્રકારનું આનાજ આપે છે, જેની સરખામણીમાં યુરિયા વાળી ખેતીથી જમીન બિનઉપજાઉ બને છે, પર્યાવરણને નુકસાન વધુ થાય છે. 69 વર્ષની ઉમરના અરુણ કુમાર શાહ ખેતીમાં જ્યારથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે ત્યારથી તેમની આવક બમણી થઇ છે. અરુણકુમાર પ્રાકૃતિક ખેતીમાં ગાયને અનિવાર્ય ગણે છે. અને લોકોને ગાય આધારિત ખેતી તરફ વાળવાનો સંદેશો આપે છે. આવકમાં પણ આશરે 20થી 30%નો વધારો થયો ખેડૂત અરૂણભાઇએ જણાવ્યું કે, તેઓ વર્ષોથી ખેતી કરી રહ્યા છે. અગાઉ પાકના ઉત્પાદન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેમ કે ખાતર, બિયારણ અને આમ છતાં પણ ઉત્પાદન સારુ ન થતુ. પરંતુ આ પાર્કૃતિક ખેતીથી બીન ખર્ચાળ વસ્તુઓ ઓછી થઈ અને પાક સારો મેળવી રહ્યાં છે. આવકમાં પણ આશરે 20થી 30%નો વધારો થયો છે. ધાન્ય પાકમા સારો નફો મળે છે. અરુણભાઈ 5 પ્રકારના ડાંગરની ખેતી પણ કરે છે અરુણકુમાર શાહ પ્રાકૃતિક ખેતીમાં મુખ્યત્વે ઘઉં, ચોખા, ચણા વગેરેની ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં અરુણભાઈ 5 પ્રકારના ડાંગરની ખેતી કરે છે. સુભાષ-પારિકર પદ્ધતિ મુજબ જીવામૃત નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક જંતુનાશક રસાયણનો ઉપયોગ કરે છે જેમાં ગૌમૂત્ર, લીંબડાના પાન, છાણની રાખ વાપરવામા આવે છે. પ્રાકૃતિક ખેતીમાં અગ્નિઅસ્ત્ર પદ્ધતિ દ્વારા ફૂગજન્ય રોગોનું નિવારણ લાવવામાં આવે છે. તેઓને આ પ્રાકૃતિક ખેતીની પ્રેરણા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની પુસ્તકના કારણે મળી હોવાનું જણાવ્યું છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું