દક્ષિણ ગુજરાતના ડાંગ, સુરત અને નવસારી તેમજ જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં કુલ 66 તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો જેમાથી 39 તાલુકા એવા હતા કે જ્યારે અડધાથી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે સૌથી વધુ માત્ર બે કલાકમાં જ નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામાં 4 અને ડાંગના સુબીર તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે આ તાલુકાના વિસ્તારોમાં થોડો સમય માટે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય સુરતના ઓલપાડ તાલુકામાં 2 ઈંચ, જુનાગઢના મેંદરડા અને ભરૂચના અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો સિલસિલો યથાવત્ રહેતા દિવસે સાંજના 6 વાગ્યા સુધીમાં ડાંગ જિલ્લાના સુબીર ખાતે સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. મેઘ જમાવટનો સિલસીલો સમગ્ર જિલ્લામાં રહેતા વિસ્તારની તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે તેમજ ઝરણાંઓ પણ વહેતા થયા છે. ડાંગના અન્ય વિસ્તારોમાં આહવામાં 31 મી.મી., વઘઈ 20 અને સુબીરમાં સૌથી વધુ 85 મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે મોંડી સાંજથી સુરત શહરે તેમજ નવસારીમાં પણ વરસાદનો ધીમી ધારે આરંભ થયો હતો. જેમાં નવસારીના ચીખલી તાલુકામાં સાજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. આ બે કલાકમાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો હતો. શુક્રવારે સવારે રાજ્યના એકપણ તાલુકામાં વરસાદ નહોતો. મોટાભાગના તાલુકાઓમાં બપોરે 2 વાગ્યા પછી વરસાદ વરસવાનો શરૂ થયો હતો.
Trending
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત
- રવિના ટંડને સમૂહ લગ્ન સમારોહમાં એક યુગલને પોતાના લગ્નના બંગડી ભેટમાં આપ્યા