ગુજરાતમાં બાયો ફર્ટિલાઈઝરની માંગ સતત વધી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારે આંકડા જાહેર કર્યા છે. તે મુજબ 2017-18માં 7767.44 ટન/કિલો લીટરનો વપરાશ થયો હતો. જે આજે વધીને 2021-22માં 11 હજાર ટન/કિલો લિટર વપરાશ થઈ જશે. ગુજરાતમાં 50 લાખ ખેડૂત છે. અને 1 કરોડ હેક્ટર જમીન છે. સરેરાશ એક ખેડૂત દીઠ 1.90 કિલો કે લિટર ખાતર માંડ વપરાય છે. સરેરાશ હેક્ટર દીઠ 1.1 કિલો-લિટર માંડ વપરાય છે. 71 ટકાનો વધારો થયો છે. પ્રવાહી બાયો ફર્ટિલાઈઝરનો વપરાશ 2800 કિલો લિટર હતો તે 2017-18માં વધીને 3500 થયો અને 2020-21માં 4000 કિલો લિટર થવાની શક્યતા છે.
2014-15માં 3667.92 મેટ્રિકટન અને 2800 કીલો લિટર હતું. કુલ 6468 ટન/કિલો લિટર વપરાશ હતો. 2015-16માં 3963.42 મેટ્રિક ટન અને 2873.31 કિલો લિટર મળીને કુલ 6836.73 ટન/કિલો લિટર વપરાશ હતો. 2016-17માં 3909.82 મેટ્રિક ટન અને 2857.77 કિલો લિટર પ્રવાહી મળીને કુલ 6767.59 વપરાશ થયો હતો. 2017-18માં 4248.15 મેટ્રિક ટન અને 3519.29 કિલો લિટર મળીને કુલ 7767.44 ટન/કિલો લિટર વપરાશ હતો. 2018-19માં 8400 અને 2019-20માં 9400 અને 2020-21માં 10 હજાર ટન/કિલો લિટર વપરાશ થવાની ધારણા છે.
કાર્બનિક ખાતરની ઓછી કિંમત, પર્યાવરણમિત્ર છે. છોડના પોષક તત્વોનું આવશ્યક સ્ત્રોત છે. જૈવિક ખાતરો એ જમીનમાં અને છોડમાં પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરવા માટે સારો સ્રોત છે. નાઇટ્રોજનયુક્ત બાયોફર્ટીલાઇઝર્સ વાતાવરણીય નાઇટ્રોજનને સુધારવા માટે સક્ષમ છે. બાયોફર્ટીલાઇઝર્સમાં હાજર બેક્ટેરિયલ સજીવ કાં તો વાતાવરણીય નાઇટ્રોજનને ઠીક કરે છે અથવા જમીનના પોષક તત્ત્વોના અદ્રાવ્ય સ્વરૂપો વિસર્જન કરે છે. લિક્વિડ બાયોફર્ટીલાઇઝર્સની માંગ વધી રહી છે. ઇફ્કોએ 11 લાખ ટન લિક્વિડ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કર્યું છે. એક લિટરના રૂ.200 ભાવ છે.
ખેતી ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ – IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. જે હાલના ખાતર કરતા સસ્તું છે. નેનો લિક્વીડ યુરિયાનો 500 MLનો ભાવ રૂ.240 છે. 50 કિલોની ખાતરની થેલી 266 રૂપિયામાં મળે છે.
ટ્રાયકોડર્મા એ બાયો-ફર્ટિલાઇઝર અને બાયો-ફૂગનાશક છે અને તે બજારમાં પાવડર સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે તરીકે ઉપલબ્ધ છે. આ ફોર્મ્યુલેશન્સનો ઉપયોગ બીજ સારવાર, ખાતર, બાયો-ખાતરો દ્વારા સંકલિત રોગ વ્યવસ્થાપનમાં થઈ શકે છે. તેનો ઉપયોગ સ્લરી અને ડ્રિપ સિંચાઇમાં કરી શકાય છે.
જૈવિક ખાતરોના ફાયદા, બાયોફર્ટિલાઇઝર્સ રાસાયણિક ખાતરોના પૂરક છે. બાયો-ખાતરો સસ્તા છે અને વાવેતરની કિંમત ઘટાડી શકે છે. જમીનમાં કાર્બનિક નાઇટ્રોજનને ઠીક કરો, જે છોડ માટે સરળતાથી ઉપલબ્ધ છે. પાકના ઉત્પાદનમાં સરેરાશ 4-5% વધારો કરે છે. જમીનના ગુણધર્મો સુધારવા અને જમીનની ફળદ્રુપતા જાળવે છે. ઓછા ખર્ચે છોડના પોષક તત્વો પૂરા પાડે છે અને સતત પાક માટે ઉપયોગી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268