ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે કલોલ ખાતે ઔષધ વનમાં વૃક્ષારોપણ કરાયું. આયુષ નિદાન સારવાર કેમ્પને દીપપ્રાગટય કરીને ખુલ્લો મુકાયો.
કલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેના ઘન્વન્તરિ ઔષઘ વનમાં ૭૦ ઔષઘ રોપાઓનું વાવેતર કરાયું.
કલોલ ખાતે આયોજિત નિ:શુલ્ક મેગા આયુષ નિદાન સારવાર કેમ્પનો લાભ – ૭૮૬ વ્યક્તિઓએ લીઘો
આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કલોલ ખાતે ધન્વન્તરિ ઔષધ વનમાં વૃક્ષારોપણ અને મેગા આયુષ નિદાન સારવાર કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૭૦ ઔષઘ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ નિ: શુલ્ક નિદાન કેમ્પનો લાભ ૭૮૬ વ્યક્તિઓએ લીઘો હતો.
ઔષઘ વનમાં તુલસી, અરડુસી, ડોડી, ગળો, રગત રોહિડો, પાનકૂટી, બિલી જેવા અંદાજે ૭૦થી વઘુ રોપાઓની વાવણી મહાનુભાવાના હસ્તે કરવામાં આવી હતી. તેમજ આ ઘન્વન્તરિ ઔષઘ વનમાં ભવિષયમાં બીજા ઔષઘોનું વાવેતર કરીને જતન કરવામાં આવશે. આ પ્રસંગે વન વિભાગ દ્વારા ૫૦૦થી વઘુ ઔષઘિય રોપાનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપ પટેલ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને નિ: શુલ્ક મેગા નિદાન- સારવાર કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પનો કુલ- ૭૮૬ વ્યક્તિઓએ લાભ લીઘો હતો. જેમાં જનરલ ઓપીડી-૨૨૦, સ્ત્રીરોગ અને ત્વચા રોગ-૭૯, બાળરોગ-૭૨, મધુમેહ અને વૃધ્ધાવસ્થા જન્ય-૧૨૩, પ્રકૃતિ પરીક્ષણ-૮૦, હોમિયોપથી-૨૧૨,વ્યક્તિઓએ પોતાની સારવાર કરાવી હતી. આ ઉપરાંત રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે આર્સેનિક આલ્બમ-૩૧૫, સંશમની વટી-૧૩૨ અને અમૃત પેય ઉકાળા વિતરણ – ૧૪૭૭ વ્યક્તિઓએ લીઘો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કલોલ બળદેવજી ઠાકોર, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી મીનાબેન લલિતસિંહ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ભાવનાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. મિતેષ સાત્યકિ, સુપ્રિટેન્ડેન્ટ ડો. ભાવિકા ગામીત, કલોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જે કે પટેલ, કલોલ ભાજપ મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ, કાઉન્સિલર શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રોગી કલ્યાણ સમિતિ શ્રી છાબરાજી ઉપસ્થિત રહ્યાં હતા.