અમદાવાદ શહેરમાં આજે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર આગળ વધી રહ્યું છે ત્યારે હળવા ઝાપટા આજે સાંજ સુધીમાં પડી શકે છે. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં ગરમી અને બફારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્યાંય સામાન્ય છુટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રીય થયેલું લો પ્રેશર સોમવાાર બપોર સુધીમાં મધ્યપ્રદેશની આસપાસ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી તેના કારણે શહેરમાં વરસાદની શક્યતા છે.
જો કે, બીજી બાજુ અગાઉ પડેલા વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો પહોલાની સરખામણીએ થયો છે. ગઈ કાલે 32 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું પરંતુ ભેજવાળું વાતાવરણ પણ જોવા મળ્યું હતું તો બફારાનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે. અમદાવાદમાં આ લો પ્રેશરના કારણે 20 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ લો પ્રેસરની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા પણ છે. તેમજ વરસાદી ઝાપટાઓ રાજ્યના અન્ય વિસ્તારમાં પણ પડી શકે છે. જો કે, રાજ્ય ભરમાં અત્યારે છુટા છવાયા વરસાદી ઝાપટા ચાલું જ છે. બીજી તરફ રાજ્યમાં સિઝનનો 54 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે વધુ વરસાદ પડવાની શક્યતાઓ પણ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.