અષાઢી બિજે મેઘરાજાએ શકુન સાચવ્યા સમગ્ર નાઘેર પંથકમાં દોંઢ ઇંચ વરસાદ દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લોલ થતાં હરખની હેલી.. ઊના – ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદએ વિરામ લીધેલ હતો. અને વિરામ બાદ આજે અચાનક વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળેલ. અને બપોરના સમયે એક વાગ્યા પછી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ કરેલ અને સમી સાંજ સુધીમાં ઊના અને ગીરગઢડા પંથકમાં દોંઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. કેસરીયા, સીમાસી, સામતેર, કાણકબરડા, રામેશ્વર, પસવાળા, ગાંગડા, ખત્રીવાળ, જરગલી, વરશીંગપુર, ખાપટ સહીતના ગામોમાં ૧ થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દેલવાડા, સનખડા સહીતના આજુબાજુના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડે હતો. ઊના દોંઢ ઇંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગ પર તેમજ ટાવર ચોક નજીક બજારમાં રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા ગરમીના ઉકળાટથી ઠંડક પ્રસરી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ભરાતા કિચડનું સામ્રાજ્ય ફેલાયેલ હતું. વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળે છે.. બોક્ષ્ – દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો… ગીર જંગલના ઉપરવારસમાં ભારે વરસાદના કારણે દ્રોણેશ્વર મારૂતિ ધામ પાસે આવેલ દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તારમાં ધરતિપુત્રોમાં હરખની હેલી જોવા મળતી હતી.. બોક્ષ્ – વાવણી બાદ કાચુ સોનુ વરસ્યું… નાઘેર પંથકમાં દશ દિવસ પહેલા વાવણી માટે કાચુ સોનુ વરસ્યુ હોય તેમ ધરતિપુત્રો જણાવી રહ્યા છે
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું