Youtubeએ બુધવારે કહ્યું કે તેણે એક નવું ‘સુપર થેંક્સ’ ફીચર જોડ્યું છે, જે આ મંચ પર વીડિયો અપલોડ કરનારા લોકોની કમાણીનું એક નવું સાધન બની શકે છે. એક નિવેદન પ્રમાણે Youtube વીડિયો જોનારા પ્રશંસક હવે પોતાનો આભાર વ્યક્ત કરવા અને સમર્થન દેખાડવા માટે ‘સુપર થેંક્સ’ ખરીદી શકે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેઓ અતિરિક્ત બોનસ તરીકે એક એનિમેટેડ જીઆઈએફ જોશે, અને પોતાની ખરીદીને દર્શાવવા માટે એક અલગ, રંગીન ટિપ્પણીનું વિકલ્પ મેળવી શકશે, જેનો ક્રિએટર્સ સરળતાથી જવાબ આપી શકે છે.
સુપર થેંક્સ આ સમયે બે અમેરિકી ડૉલર અને 50 અમેરિકી ડૉલર (કે તેના બરાબર સ્થાનીક મુદ્રા)માં ઉપલબ્ધ છે.’ આ ફીચર બીટા પરીક્ષણના ચરણમાં હતુ અને હવે તે હજારો ક્રિએટર્સ માટે ઉપલબ્ધ હશે.
Youtubeએ કહ્યું, ‘આ સુવિધા 68 દેશોમાં ડેસ્કટૉપ અને મોબાઈલ ઉપકરણો પર રચનાકારો અને દર્શકો માટે ઉપલબ્ધ છે. નિર્માતા કેટલાક નિર્દેશોનું પાલન કરીને એ જાણી શકે છે કે તેમની પાસે તેના માટે પ્રારંભિક પહોંચ છે કે નહીં. જો તેમની પાસે હાલ પહોંચ નથી, તો ડરવાની વાત નથી, અમે તેને વર્ષના અંતમાં Youtube ભાગીદારી કાર્યક્રમ અંતર્ગત તમામ યોગ્ય રચનાકારો માટે ઉપલબ્ધતાનો વિસ્તાર કરશું.’
Youtubeના મુખ્ય ઉત્પાદ અધિકારી નીલ મોહને કહ્યું, ‘Youtubeમાં અમે હંમેશા નવી રીતોની શોધમાં રહીએ છીએ, જેનાથી નિર્માતા પોતાની આવકમાં વિવિધતા લાવી શકે. માટે હું ચૂકવણી પર આધારિત સુપર થેંક્સની શરૂઆતને લઈ ઉત્સાહિત છું. આ નવી સુવિધા રચનાકારોના પૈસા કમાવાની એક વદુ રીત આપે છે, અને દર્શકોની સાથે તેમના સંબંધમાં પણ મજબૂત થાય છે.’
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268